Benefits Of Demat Account: શેરબજાર તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે ડિમેટ એકાઉન્ટ હોવુ જરૂરી છે. સ્ટોક માર્કેટમાં શેર્સના ટ્રેડિંગ અને મ્યુચ્યુઅલ ફંડમાં ફાળવવામાં આવતાં યુનિટ્સ ડિમટિરિયલાઈઝ્ડ એકાઉન્ટ અર્થાત ડિમેટ એકાઉન્ટમાં જમા થાય છે. આઈપીઓ માટે પણ ડિમેટ એકાઉન્ટ હોવુ જરૂરી છે.
ઘણા લોકો શેર્સમાં ટ્રેડિંગ તેમજ ખાસ કરીને આઈપીઓ માટે એક કરતાં વધુ અરજી કરવા એક કરતાં વધુ ડિમેટ એકાઉન્ટ ખોલાવે છે. પરંતુ શું તે યોગ્ય છે કે, પછી તેના નુકસાન પણ છે.