Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની મધ્યમાં દિપક ઓપન એર થિયેટરના સ્થાને નવું અતિથિગૃહ બનાવવામાં આવ્યું છે, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી તેનો કોઈ ઉપયોગ શરૂ કરવામાં આવ્યો નથી. જેને લીધે કોર્પોરેશન આવક પણ ગુમાવી રહ્યું છે. હાલ લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે વિસ્તારના લોકોને પોતાના શુભ પ્રસંગો અહીં યોજી શકાય તે માટે કોર્પોરેશનને જેમ બને તેમ જલ્દી આ અતિથિગૃહ શરૂ કરવાની માગણી કરવામાં આવી છે.
વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ વિસ્તાર મધ્યમ વર્ગનો છે. જેને બહાર મોટા પાર્ટી પ્લોટ કે મેરેજ હોલના ભાડા પરવડતા નથી.