એક મહત્વપૂર્ણ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે કોર્ટની અંદર પોતાના પ્રોસિક્યુટર્સ પર ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી)ના પ્રભાવની મર્યાદાને રેખાંકિંત કરી હતી. આ નિર્ણયમાં ન્યાયાલયના અધિકારીઓના રુપમાં પબ્લિક પ્રોસિક્યુટર્સની સ્વતંત્રતા પર ભાર આપવામાં આવ્યો છે.
કોર્ટે જાહેરાત કરી હતી કે ઇડી અને તેના ડિરેક્ટર કેસના પુરાવા પર પ્રોસિક્યુટર્સને નિર્દેશ આપી શકે છે પરંતુ તેઓ તેમને કોર્ટના આચરણને લઇને નિર્દેશિત કરવા ના જોઇએ. આ નિર્દેશ જસ્ટિસ અભય ઓકા અને ઓગસ્ટિન જોર્જ મસિહની બેન્ચ દ્વારા આપવામાં આવેલા નિર્ણયનો એક હિસ્સો હતો, જેમાં ઝીશાન હૈદર અને દાઉદ નાસિરને જામીન આપવાનો પણ સમાવેશ થાય છે. આ વ્યક્તિઓ દિલ્હી વકફ બોર્ડ મની લોન્ડરિંગના કેસમાં સંડોવાયેલાં છે. બેન્ચે તેમની લાંબી કેદ અને કેસની શરૂઆતની સ્પષ્ટ દૂરની સંભાવનાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી.ઈડીની મર્યાદાઓ પર સ્પષ્ટીકરણ ટ્રાયલ કોર્ટના અગાઉના અનુરોધને કારણે આવ્યું હતું કે જેમાં ઈડી ડિરેક્ટરે પ્રોસિક્યુટર્સને નિર્દેશ આપવાનો હતો કે જો વિલંબ એજન્સી દ્વારા થયો છે તો તેઓ આરોપીની જામીનનો વિરોધ ના કરે. સુપ્રીમ કોર્ટને લાગ્યું હતું કે આ નિર્દેશ અત્યાધિક વ્યાપક છે અને સંભવિત રુપથી પ્રોસિક્યુટરના વિવેક પર પ્રતિબંધ લગાવે છે. ખાસ કરીને એવા કેસીસમાં કે જ્યારે વિલંબ માટે ઈડી જવાબદાર ન હતું.