મેનિફેસ્ટિંગ(પ્રગટીકરણ) પ્રત્યેના વૈશ્વિક આકર્ષણે જ મેનિફેસ્ટ (પ્રગટ)ને કેમ્બ્રિજ ડિક્ષનેરીનો 2024નો વર્ડ ઓફ ધી ઇયર બનવા પ્રેરિત કર્યું છે. ડિક્ષનેરીની વેબસાઇટ પર આ શબ્દને લગભગ 1,30,000 વાર શોધવામાં આવ્યો હતો, જે સેલ્ફ હેલ્પ જૂથો, સોશિયલ મીડિયા તથા મુખ્ય પ્રવાહના મીડિયામાં તેની વ્યાપક લોકપ્રિયતાને દર્શાવે છે.
વાંછિત પરિણામોની કલ્પના કરીને તેને સાકાર કરવાના વિચાર પર આધારિત મેનિફેસ્ટિંગની અવધારણાને સીંગર દુઆ લીપા, ઓલમ્પિક જિમ્નાસ્ટ સિમોન બાઇલ્સ તથા અંગ્રેજી ફૂટબોલર ઓલી વોટકિંન્સ જેવી મશહૂર હસ્તીઓએ અપનાવી છે. તેમણે 2024ની પોતાની સફળતાઓનું શ્રોય મેનિફેસ્ટિંગને જ આપ્યું છે. કોવિડ-19ના રોગચાળા દરમિયાન લોકપ્રિય થયેલો આ ટ્રેન્ડ હજું પણ સારી રીતે વિકસી રહ્યો છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક પર કે જ્યાં હેશટેગ ઈંમેનિફેસ્ટે લાકો પોસ્ટ અને વીડિયોને પ્રેરિત કર્યા હતાં. જ્યારે લોકો મેનિફેસ્ટિંગને લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે એક શક્તિશાળી ઉપકરણના રુપમાં જુવે છે ત્યારે તજજ્ઞો સંશયમાં રહે છે.
ત્રણ બાબતો વર્ડ ઓફ ઈયર નક્કી કરે છે
કેમ્બ્રિજ ડિક્ષનેરીમાં પબ્લિશિંગ મેનેજર વેંડાલિન નિકોલ્સ આ વિકલ્પ અંગે કહે છે કે જ્યારે અમે કેમ્બ્રિજ ડિક્ષનેરી વર્ડ ઓફ દી ઇયરની પસંદગી કરીએ છીએ ત્યારે અમારી પાસે ત્રણ વિચાર હોય છે. એક તો ક્યો શબ્દ સૌથી વધારે વાર સર્ચ કરવામાં આવ્યો અથવા તો સ્પાઇક કરવામાં આવ્યો? બીજું, ક્યો શબ્દ વાસ્તવમાં જે તે વર્ષે શું થઇ રહ્યું છે તેને દર્શાવે છે? અને ત્રીજું, ભાષાના દ્રષ્ટિકોણથી આ શબ્દ અંગે શું રસપ્રદ છે? આ વર્ષે મેનિફેસ્ટે વિજય પ્રાપ્ત કર્યો છે કેમ કે તે લુકઅપમાં નોંધપાત્ર રીતે વધ્યો હતો. 2024માં થયેલી ઘટનાઓના કારણે તમામ પ્રકારના મીડિયામાં તેનો ઉપયોગ ખુબ જ વ્યાપક થઇ ગયો. અને આ દર્શાવે છે કે સમયની સાથે કોઇ શબ્દનો અર્થ કેવી રીતે બદલાઇ જાય છે તેમ નિકોલ્સે જણાવ્યું હતું.