એક રિપોર્ટ અનુસાર દિલ્હી ભારતનું સૌથી પ્રદૂષિત શહેર બની ગયું છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર દિલ્હીમાં સરેરાશ જીએમ 2.5નું સ્તર લગભગ 243.3 માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર નોંધાયું છે. દર અઠવાડિયે પોલ્યૂશનના સ્તરમાં વીસ ટકાનો વધારો થયો છે. રેસ્પિરર લિવિંગ સાઇન્સિસ દ્વારા વાયુ ગુણવત્તાનું વિશ્લેષણ કરાયુ હતું.
તેમાં ભારતના કુલ 281 શહેરમાં પીએમ-2.5ના સ્તરનું વિશ્લેષણ કરાવાયુ હતું. 3-16 નવેમ્બરની વચ્ચે દિલ્હીનું સ્થાન છેલ્લું એટલે કે 281 રહ્યું હતું. તેમાં મુખ્ય પ્રદૂષક પીએમ 2.5 હતું, તે 2.5 માઇક્રોમીટર અથવા તેના કરતા પણ ઓછો વ્યાસ ધરાવતા મહીન કણ હોય છે. તેમની પહોળાઇ સામાન્ય રીતે માનવીના વાળ જેટલી હોય છે. કેન્દ્રી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અનુસાર આ સુક્ષ્મ કણો શ્વાસ મારફત શરીરમાં પ્રવેશ કરીને ફેફ્સા અને લોહી સુધી પહોંચી જાય છે. તેનાથી લોકોને ગંભીર પ્રકારની બીમારી થવાનો ખતરો રહે છે. ગંભીર પ્રદૂષણમાં વાહનોમાં નીકળનાર ધુમાડો, ઔદ્યોગિક ઉત્પાદન અને પરાળી સળગાવવાના કારણે નીકળેછે. રિપોર્ટમાં કહેવાયું છે કે શિયાળા દરમિયાન ઠંડીને કારણે આ કણો જમીનની આસપાસ ફસાયેલા રહી જાય છે.
દિલ્હીનું પ્રદૂષણ અન્ય રાજ્યો માટે જોખમી
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે દિલ્હીનું પ્રદૂષણ ગંગાના મેદાન પ્રદેશો અને ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબ સહિતના ઉત્તર ભારતના રાજ્યોને પ્રભાવિત કર છે, જે એક મોટી સમસ્યા છે. કારણ કે આ વિસ્તારોમા પણ હવાની ગુણવત્તા ખરાબ સ્તરે પહોંચી ગઇ છે. શિયાળાની શરુઆતમાં તામપાનમાં ચડ-ઉતર અને હવાની ગતિમાં કમીને કારણે પ્રદૂષણમાં વધારો થયો છે.