DeepSeek Founder’s Village Turns Tourist Place: ડીપસીકના ફાઉન્ડર લિઆંગ વેનફેન્ગનું ગામ એક ટુરિસ્ટ પ્લેસ બની ગયું છે. ત્યાં માત્ર તેના દાદા રહે છે અને લોકો ત્યાં સતત મુલાકાતે જઈ રહ્યાં હોવાથી તેમના માટે આ ઉંમરે એક નવી મુશ્કેલી વધી ગઈ છે. AI ડીપસીકને કારણે લિઆંગ રાતોરાત દુનિયાભરમાં ફેમસ થઈ ગયો હતો. તેની આ લોકપ્રિયતાની અસર તેના દાદા ભોગવી રહ્યાં છે. તેમણે હવે તેમના ઘરનું આગળનો દરવાજો બંધ રાખીને બેસવું પડે છે.