DeepSeek Data Leak: ડીપસીક આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. તે ખૂબ જ ઓછી કિંમતમાં બનાવવામાં આવ્યું હોવા છતાં ખૂબ જ જોરદાર પર્ફોર્મન્સ આપી રહ્યું હોવાથી દુનિયાભરમાં તેની બોલબાલા છે. જોકે હાલમાં જ આ પ્લેટફોર્મના ડેટા લીક થયા હોવાનું સામે આવી રહ્યું છે. કોઈને એવું ધ્યાનમાં નહીં હોય કે આટલી જલદી ડીપસીકને પણ ટાર્ગેટ કરવામાં આવી શકે છે. વિઝ રિસર્ચના એક સિક્યોરિટી રિસર્ચરે જણાવ્યું છે કે ‘ડીપસીક પ્લેટફોર્મના પણ ડેટા લીક થઈ ગયા છે. ચેટ હિસ્ટ્રી અને ઘણી માહિતીઓ સામે આવી છે.