રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતિ અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ
વિક્રમ સંવત: 2081 કારતક વદ સાતમ. શુક્રવાર, તા.22-11-2024
મેષ
સમયના તકાજાને સમજીને વિવેક બુદ્ધિથી નિર્ણય ફળદાયી નીવડશે, મતભેદો નિવારી લેજો.
વૃષભ
માનસિક તણાવ અને ચિંતાનો બોજ ઉતરતો જણાય, મહેનતનું શુભ પરિણામ આવતું જોવાય.
મિથુન
ધાર્યા કામમાં વિઘ્ન હશે તો દૂર થાય, નસીબ આડેનું પાંદડું દૂર થવાની આશા રહે, સ્વજનથી ગેરસમજ.
કર્ક
કાર્ય સફળતા અને પ્રગતિનો માર્ગ ખૂલતો જણાય, નિરાશાના વાદળ વિખેરાતા લાગે, પ્રિયજનોનો સહકાર.
સિંહ
આર્થિક આયોજન અને વ્યવસ્થા તરફ ધ્યાન આપજો, ગણતરી ઊંધી વળી ન જાય તે જોજો.
કન્યા
હકારાત્મક બની ન ધીરજથી વર્તશો તો ઈષ્ટફળ સારું મળે, સ્વજનથી મનમેળ સાધી લેજો.
તુલા
આપની માનસિક-અશાંતિ હશે તો દૂર કરવાનો રસ્તો મળે, તબિયત સુધરતી લાગે, મિલન-મુલાકાત.
વૃશ્ચિક
આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખવા મળે, સામાજિક કાર્ય થાય, સફળતાની તક.
ધન
આપના મહત્ત્વના કામકાજ આડેના વિઘ્નોને દૂર કરી શકશો, સ્વજનમિત્રથી સહકાર.
મકર
આપના ગૃહજીવનના કાર્ય અંગે ધ્યાન આપવું જરૂરી, આર્થિક સમસ્યા હલ કરી શકશો.
કુંભ
આપની ઘરની કે બહારની સમસ્યાને હલ કરવાની તક આવી મળે, ખોટા ખર્ચ પર કાબુ રાખજો.
મીન
આપના વ્યવસાયિક ક્ષેત્ર સાનુકૂળ તક આવી મળે, ચિંતામુક્તિની આશા રહે, કૌટુબિંક પ્રશ્ન હલ થાય.