દહેગામમાં ઠંડીની નહીવત અસર સાથે જ ઓૈડા ગાર્ડનમાં અમદાવાદના વેપારીઓએ ગરમ કપડાના માર્કેટનો પડાવ નાંખ્યો છે. 15 થી પણ વધુ વેપા રી ઔડા ગાર્ડનમાં ગરમ અને ઉની કપડાની હંગામી દુકાનો ઉભી કરીને વેચાણ કરી રહ્યા છે.
હજી ઠંડીનો ચમકારો ના હોવાથી વેચાણ મંદ ચાલી રહ્યુ છે. વેપારીઓ દર વર્ષે શિયાળાની શરુઆતમાં બજાર ખોલે છે અને સતત ત્રણેક મહિના જાન્યુઆરી સુધી વેચાણ માટે રોકાતા હોય છે. ઠંડીનો ચમકારો વધે ત્યારે થોડાક જ દિવસોમાં વેપારમાં ભારે ઉછાળો આવી જતો હોય છે. હાલમાં ઠંડીનો માહોલ જામ્યા ના હોવાથી બજારમાં ગ્રાહકોની ગતિ મંદ મંદ જોવા મળી રહી છે. ઓૈડા ગાર્ડન સિવાય દહેગામ રોડ પર તેમજ શહેરની સ્થાનિક દુકાનોમાં પણ ગરમ કપડા અને ઉની ઉત્પાદનો વેચાણમાં આવી ગયા છે.
જેમ જેમ ઠંડીનો માહોલ જામી રહ્યો છે તેમ તેમ દહેગામ બજારમા ગરમ કપડાની દુકાનો લાગી રહી છે. ખાસ કરીને યુવાનો માટેના જેકેટ , મહિલાઓ માટે સ્વેટર, બાળકોના સ્વેટર , હાથના મોજા, ગરમ ટોપીઓ તથા કંબલનો ઉપયોગ વધુ થતો હોય છે. જેથી દુકાનોમાં માલ ભરચક જોવા મળી રહ્યો છે. 300 થી માંડીને 3 હજાર સુધીના જેકેટ સહીતનો માલ બજારમાં વેચાણમાં આવ્યો છે. ઔડા ગાર્ડનમાં 15 થી પણ વધુ દુકાનોનો પડાવ લાગ્યો છે. તેમજ દહેગામ રોડ તથા મોટા ચિલોડા બ્રીજના છેડા પાસે પણ ગરમ કપડાનુ બજાર ઉભુ થયુ છે. શિયાળાની શરુઆત સાથે જ ગરમ કપડા બજાર દહેગામમાં દર વર્ષે લાગી જાય છે.
છેલ્લા આઠ વર્ષથી અમદાવાદ આસપાસના વેપારીઓ દહેગામમાં બજાર લગાવે છે. ખાસ કરીનેઆ બજારનો લાભ તાલુકાના ગ્રામીણ વિસ્તારના લોકો વધુ સરળતા લેતા હોય છે. ખેતી પાકોના વેચાણથી નવરા પડયા બાદ ગામડાના લોકો ખરીદી કરવા આવતા હોય છે. હાલમાં ગરમીનો માહોલ હજી પણ દીવસભર છવાયેલો હોવાથી બજારમાં ખરીદી ઉઘડી નથી. જોકે શહેરના તેમજ ઔડા ગાર્ડનના વેપારીઓને આશા છે કે, ડીસેમ્બર શરૂ થતા જ બજારમા ગરમ કપડાના વેચાણમાં ગરમાવો આવી જશે.
વેપારીઓ ત્રણેક મહિના દુકાનો લગાવે છે પરંતુ જ્યારે થોડાક દિવ સોમાં એકી સાથે ઠંડી પડવા લાગી જાય છે ત્યારે સીઝનનો માલ વેચાઇ જતો હોય છે જે તેમના માટે પ્લ સ પોઇન્ટ માનવામાં આવે છે. નેવેમ્બરથી જાન્યુ આરીના અંત સુધીમાં દુકાનો લાગે છે. હાલમાં દીવસે ગરમી પડે છે અને રાત્રે કેટલાક દિવસોથી થોડી થોડી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે જેથી કરીને ગરમ કપડાના બજારમાં છુટા છવાયા ગ્રાહકોની અવર જવર શરુ થઇ ગઇ છે.