દહેગામની એક ખોબા જેવડી ગામની સરકારી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકે પોતાની આગવી સુઝબુઝથી તૈયાર કરલો એક રોબોટ હાલમાં ભારે ચર્ચાનુ કેન્દ્ર બન્યો છે. આર્ટીફીશિયલ ઇન્ટેલીઝન્સ ટેક્નોલોજીએ રોબોટ બનાવાની પ્રેરણા આપી હતી. જેમાં રોબોટને વેસ્ટ મટીરીલયમાંથી તૈયાર કરાયો છે. આ રોબોટ વર્ગખંડમાં શિક્ષકની હાજરી ના હોય તો પણ વિદ્યાર્થીઓને ભણાવે છે અને તેમના પ્રશ્નોના જવાબો પણ ફટ દઇને આપે છે. વિદ્યાર્થીઓની હાજરી પુરે છે. કહી શકાય કે વર્ગખંડમાં શિક્ષકની ગેરહાજરીમાં પણ આ રોબોટ શિક્ષકની ગરજ સારે છે અને બાળકોને ભણાવે છે.
શિક્ષકની ગેરહાજરીમાં શિક્ષકે આપેલા કમાંડ મુજબ આખા વર્ગનુ સંચાલન કરે છે. સરકારી અને તેમાંય વળી પ્રાથમિક શાળાના બાળકો ધારે તો શુ ના કરી શકે એનુ ઉત્તમ ઉદાહરણ દહેગામ તાલુકાની અહેમદપુર પ્રાથમિક શાળામાં જોવા મળ્યુ હતુ. શાળાના શિક્ષિકા જાનકીબેન આચાર્યના માર્ગદર્શન હેઠળ ધોરણ છથી આઠના બાળકોએ નજીવા ખર્ચે અને વેસ્ટ વસ્તુઓમાંથી રોબોટ બનાવ્યો છે. ટેકોનોલોજીના જમાનામાં ગ્રામ્ય કક્ષાની પ્રાથમિક શાળાના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ રોબોટ સમગ્ર પંથકમાં ચર્ચાના કેન્દ્રમાં છે. કૃતિને તૈયાર કરવામા બાળકોએ તેલના ખાલી ટીન, ઘરે પડી રહેલી નકામી સર્કીટોનો ઉપયોગ કરીને કૃતિ બનાવી હતી. રોબોટને વિદ્યાર્થીઓ જે પ્રશ્નો પુછે તેના જવાબો આપે છે અને અભ્યાસ પણ કરાવે છે. એડવાન્સમાં રોબોટમાં અભ્યાસક્રમ ઇન્સ્ટોલ કરી દેવામાં આવે તો બીજા દિવસે રોબોટ તે ભણાવા માટે સક્ષમ હોવાની વિગતો છે. બાળકો હિન્દી કે અગ્રેજી તેમજ ગુજરાતીમાં જે ભાષામાં પુછે તે ભાષામાં જવાબ આપે અને લાઇવ વીડીયો થકી ભણાવે એમ તૈયાર કરાયો છે. શાળાના બાળકોએ તૈયાર કરેલા આ રોબોટ માત્ર 1500 રુપિયાના ખર્ચે તૈયાર થયો છે. તેમણે મેડ ઇન એહેમદપુર નામ આપ્યુ છે. આ રોબોટે આખો દિવસ શાળાના વર્ગખંડનુ સંચાલન અને વિદ્યાર્થીઓને એક દિવસનો અભ્યાસ પણ કરાવી ચુક્યો છે. શિક્ષણ વિભાગે યોજેલા બાલ વિજ્ઞાન પ્રદર્શનમાં આ કૃતિ કલસ્ટર કક્ષામાં પ્રથમ આવતા બાદમાં તેને તાલુકા તથા જિલ્લા કક્ષામાં પણ પ્રથમ અને હાલમાં જ આ કૃતિને ઇડર ખાતે બાળકો દ્વારા પ્રેજન્ટેશન કરાવામાં આવતા ઝોન કક્ષામાં શ્રોષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. જે રાજ્યકક્ષાએ જીલ્લાવતી પ્રતિનિધિત્વ કરશે.
શાળામાં શિક્ષક બીમાર પડતા રોબોટનો વિચાર આવ્યો
શાળાના શિક્ષકો દ્વારા તાજેતરમાં ગાંધીનગર નિસર્ગ સાયન્સ સેન્ટરની મુલાકાતમાં એઆઇ ફંક્શનમાં હાજરી આપી ત્યારે વિચાર આવ્યો હતો. જાનકીબેન આચાર્યએ જણાવ્યુ કે અમારી શાળાના એક શિક્ષીકા બહેન બિમારીના કારણે બે મહિનાની રજા પર હતા તે દરમિયાન શાળામાં તેમના વર્ગ સંચાલનનો ભાર વધ્યો હતો. જેથી શિક્ષકની ગેરહાજરીમાં ભણાવી શકે એવો રોબોટ બનાવાનો વિચાર આવ્યો હતો અને મહેનત રંગ લાવી હતી. ભવિષ્યમાં મેડીકલ ક્ષેત્રે તેમજ ઉધ્યોગ ક્ષેત્રમાં પણ કામ કરી શકે એવો રોબોટની આશા શિક્ષકાએ સેવી હતી.