28 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
28 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeલાઇફસ્ટાઇલલીમડાના પાન માત્ર વાનગીઓમાં જ નહીં પરંતુ સાફસફાઈમાં પણ ખૂબ જ ફાયદાકારક...

લીમડાના પાન માત્ર વાનગીઓમાં જ નહીં પરંતુ સાફસફાઈમાં પણ ખૂબ જ ફાયદાકારક | curry leaves uses for cleaning kitchen hacks home tips lifestyle hacks


Curry Leaves Uses: સામાન્ય રીતે દરેક ભારતીય રસોડામાં લીમડાના પાનનો ઉપયોગ થતો જ હોય છે. અનેક પ્રકારની વાનગી તેમજ ઔષધીય ગુણો હોવાથી લીમડાના પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેમજ લોકો વાળને લગતી સમસ્યો દુર કરવા માટે પણ લીમડાના પાનનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે ક્યારેય આ પાંદડાઓનો ઉપયોગ સફાઈ કામમાં થતો જોયો છે? જો નહીં, તો એકવાર આ ઉપાય જરૂર અજમાવો. આ ઉપાયની મદદથી તમે કાળા પડી ગયેલા વાસણોને ફરી એકવાર ચમકદાર બનાવી શકો છો.

લીમડાના પાનથી વાસણ કાઈ રીતે સાફ કરવા?

જો કોઈ વાસણ વધુ પડતા ઉપયોગથી અથવા બળી જવાથી કાળું થઈ ગયું હોય તો તેને લીમડાના પાંદડાથી સાફ કરો. આ માટે તમારે મુઠ્ઠીભર લીમડાના પાન લેવા પડશે. પાન તાજા હોવા જોઈએ. આ પછી, આ પાંદડાને પીસીને પેસ્ટ બનાવો, આ પેસ્ટમાં નારિયેળ તેલ ઉમેરો અને સ્મૂધ પેસ્ટ બનાવો. તમારી પોલિશિંગ પેસ્ટ તૈયાર છે. આ પેસ્ટને વાસણ પર લગાવીને ઘસો. થોડા ટાઈમ ઘસ્યા બાદ વાસણ પર આ પેસ્ટ લગાવીને 15 મિનિટ માટે છોડી દો. ત્યારબાદ વાસણને ભીના કપડાથી પહેલા લૂછીને સાફ કરો અને પછી ચોખ્ખા પાણી વડે ધોઈ નાખો.  

આ પણ વાંચો: પહેલી સપ્ટેમ્બરથી બદલાઈ જશે આ 7 મહત્ત્વપૂર્ણ નિયમો, મિડલ ક્લાસ પર થશે સીધી અસર

રસોડામાં આવતી  દુર્ગંધ દૂર કરવા 

જો તમારા રસોડામાં કોઈ ગંધ આવે છે તો તેને દૂર કરવા માટે પણ તમે લીમડાના પાનનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે એક વાસણમાં પાણી ઉકાળવાનું રહેશે, હવે ઉકળતા પાણીમાં મુઠ્ઠીભર લીમડાના પાન ઉમેરીને ધીમા તાપે ઉકાળો. આ પાણી લગભગ 10 મિનિટ સુધી ઉકળવા દેવું, આમ કરવાથી આ પાણીમાંથી ઉત્પન્ન થતી સ્ટીમ રસોડાની બધી દુર્ગંધ દૂર કરશે.

એન્ટીબેક્ટેરિયલ તરીકે વપરાશ 

રસોડામાં બહારથી આવતી વસ્તુઓ વધારે હોય છે, તેમજ રસોડામાં જ જમણું બનતું હોવાથી ત્યાં સ્વચ્છતા જાળવવી અનિવાર્ય છે. લીમડામાં એન્ટીબેક્ટેરિયલ ગુણો રહેલા હોય છે. આથી રસોડાની સાફ સફાઈ કરવા માટે લીમડાના પાનની પેસ્ટનો ઉપયોગ કરો. લીમડાના પાનની પેસ્ટ બનાવીને આ પેસ્ટને પ્લેટફોર્મ, ગેસ સ્ટોવ, ટાઇલ્સ અને અન્ય સાધનો જેમ કે કટિંગ બોર્ડ, શેલ્ફ વગેરે પર લગાવો અને થોડીવાર માટે છોડી દો. 10 મિનિટ પછી તેને સાફ કરો.


લીમડાના પાન માત્ર વાનગીઓમાં જ નહીં પરંતુ સાફસફાઈમાં પણ ખૂબ જ ફાયદાકારક 2 - image



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય