ત્રણ દિવસ પહેલાં બૂટલેગરને છોડાવવા પોલીસ મથકમાં ધમાલ મચાવી હતી
પોક્સો હેઠળ ફરિયાદ નોંધાઈ,શરાબ-ડ્રગ્સની પાર્ટી ચાલતી હોવાના વીડિયો મળી આવતાં અજાણ્યા શખ્સની શોધખોળ
જેતપુર: જેતપુર પોલીસ મંથકમાં ગત તા ૧૭ના રોજ બુટલેગરને છોડાવવા માટે ધમાલ મચાવર આરોપી મિત સોંદરવાના મોબાઈલ ફોનમાંથી બાળકના અશ્લીલ ફોટો મળતા આઇટી એક્ટ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ થયો છે.આ આરોપીના મોબાઈલમાંથી અજાણી ી અને પુરૂષના પોર્ન વિડિયો પણ મળ્યા છે. કોઈ જગ્યાએ શરાબ – ડ્રગ્સની પાર્ટી ચાલતી હોવાના પણ દ્રશ્યો મળ્યાનો પોલીસનો આક્ષેપ છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા જૂનાગઢના આરોપીએ તેના સાગરીતો સાથે મળી અગાઉ જેતપુર પોલીસ મથકે ધમાલ મચાવતા કાર્યવાહી થઈ હતી.