30 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 21, 2024
30 C
Surat
ગુરુવાર, નવેમ્બર 21, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeરમત-ગમતCricket: બ્લેક ઇગલ અને પિચ સ્મેશર્સનો વિજય

Cricket: બ્લેક ઇગલ અને પિચ સ્મેશર્સનો વિજય


નવરંગપુરા સ્ટેડિયમ ખાતે કોર્સેકા ગ્રૂપ દ્વારા આયોજિત લાસ્ટ માઇલ ક્રિકેટ કાર્નિવલ (એલએમસીસી) ટી20 ટૂર્નામેન્ટમાં છ ટીમો ભાગ લઈ રહી છે.

તમામ છ ટીમોને ટ્રોફી આપવામાં આવશે અને ટ્રોફીના અનાવરણ પ્રસંગે જસ્ટ કાર્સેકાના સીઇઓ તનિષ્ક ગોએન્કા, લાસ્ટ માઇલ એન્ટરપ્રાઇસના સીએમઓ જ્યોતિરાદિત્યસિંહ વાઘેલા અને સીઓઓ જયરાજસિંહ શેખાવત તથા ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરી અનિલ પટેલે હાજર રહીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. પ્રથમ દિવસે બે મુકાબલા રમાયા હતા જેમાં બ્લેક ઇગલ અને પિચ સ્મેશર્સે વિજય મેળવીને પોતાના અભિયાનનો શાનદાર પ્રારંભ કર્યો હતો. પ્રથમ મેચમાં બ્લેક ઇગલ ટીમે રેગિંગ બુલ્સને નવ વિકેટે પરાજય આપ્યો હતો. રેગિંગ બુલ્સ આઠ વિકેટે 158 રન બનાવ્યા હતા. જેમાં ભાવિક બદાણીના 46, ધ્રુવ પારેખના 38 તથા અનિલ પટેલના 33 રન મુખ્ય રહ્યા હતા. ધ્રુશાંત સોનીએ 24 રનમાં બે તથા શેહજોર દિવાને 27 રનમાં બે વિકેટ ખેરવી હતી. બ્લેક ઇગલે એક વિકેટે 159 રન બનાવ્યા હતા. મેન ઓફ ધ મેચ બનેલા સ્મિથ પટેલે 34 બોલમાં નવ સિક્સર અને છ બાઉન્ડ્રી વડે 89 તથા સૌરવ ચૌહાણે 55 રન બનાવ્યા હતા. બીજી મેચમાં પિચ સ્મેશર્સે આઠ વિકેટે 149 રન બનાવ્યા હતા. સનપ્રીત બગ્ગાના 54 તથા નમન શાહના 36 રન મુખ્ય રહ્યા હતા. સ્પાર્ટન વોરિયર્સે 91 રન બનાવ્યા હતા. નમન શાહે 13 રનમાં ત્રણ, વસીમ બશીરે 17 રનમાં બે, ઇરફાન ઉલ હકે 15 રનમાં ત્રણ તથા મયૂર પટેલે 13 રનમાં બે વિકેટ ખેરવી હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય