Vadodara Murder Case : વડોદરા નાગરવાડા વિસ્તારમાં રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કરનાર મુખ્ય આરોપીઓ સહિત પાંચને પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓની વધુ પૂછપરછ માટે પોલીસ દ્વારા રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરતા પોલીસે 10 દિવસના ડિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ માટે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાના સમય પણ નાગરવાડા વિસ્તારના અનેક લોકો ટોળે વળ્યા હતા અને આરોપીઓ પર હુમલો થાય નહીં તે માટે પોલીસે કડક બંદોબસ્ત જાળવ્યો હતો.
વડોદરા શહેરના નાગરવાડા મહેતા વાડીમાં જુગાર રમવા બાબતે થયેલા ઝઘડામાં રૂપિયા પરત લેવા ગયેલા વિક્રમ પર માથાભારે શખ્સ એવા બાબર હબીબખાન પઠાણે ચાકુથી હુમલો કર્યો હતો. વધારે ઘા મારવાનો પ્રયાસ કરતા યુવક પોતાની જાન બચાવવા માટે પોતાના વિસ્તારમાં ભાગ્યો હતો અને તેના મિત્રો વચ્ચે મળી જતા તેમને તમામ હકીકત જણાવી હતી.