Vadodara : વડોદરા સમા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે વરસાદી ગટરનું કામ છેલ્લા કેટલાક સમયથી આપવામાં આવ્યું છે છતાં પણ તે પૂરું નહીં થતાં વિવાદ સર્જાયો છે
વડોદરા સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ વિસ્તારમાં વારંવાર ભરાતા વરસાદી પાણીના કારણે 1600 એમ.એમ ડાયાની લાઇન નાખવાના વરસાદી ગટર પ્રોજેક્ટનુ કામ 11 મહિનાની મુદત માટે પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું હતું પરંતુ ચોમાસાની ઋતુને છોડીને 15 માસમાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા હજી સુધી પૂર્ણ થયું નથી. હવે કામ પૂર્ણ કરવાની સમય મર્યાદાનો માત્ર આઠ મહિનાનો સમય બાકી રહ્યો છે. આમ છતાં હજી કામગીરી નિયત સમયમાં પૂરી થવાના કોઈ ચિન્હો જણાવતા નથી. આમ સમય મર્યાદા વધારવાનો સીએમસી અધિકારી કે કોન્ટ્રાક્ટર સફળ ન થાય અને કામગીરીને જાણી જોઈને વિલંબિત કરવા માટે ટેન્ડર ક્લોઝ મુજબ 0.50 ટકા મુજબની લિક્વિડિટી ડેમેજ હસ્તગત અંગેના આક્ષેપો કરીને શહેર કોંગી મહામંત્રી પપ્પુભાઈએ જણાવ્યું છે. પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર મારફત શરૂ કરવામાં આવેલી કામગીરી નિયત સમયમાં પૂરી નહીં થાય તો કોંગ્રેસ દ્વારા ગાંધીજી ઇન્ડિયા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી ને જ વરસાદી ઘટકના ઈજારદાર સહિત અધિકારીઓની રહેશે તેમ પાલિકા મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવેલા આવેદનપત્રમાં કોંગી મહામંત્રી પપ્પુભાઈએ જણાવ્યું છે.