Image: Freepik
Benefits of Eating Oats: ભરપેટ અને કંઈ હેલ્ધી નાસ્તો કરવો છે તો આ માટે ઓટ્સ સારું ઓપ્શન છે. નાસ્તામાં ઓટ્સ ખાવાથી શરીરને ભરપૂર ફાઈબર મળે છે. ઓટ્સ ખાવાથી વજન ઘટે છે અને હાઈ કોલેસ્ટ્રોલ પણ ઘટવા લાગે છે એટલે કે ઓટ્સનો નાસ્તો હાર્ટ ડિસીઝના જોખમને ઘણું ઓછું કરી દે છે. ખરાબ લાઈફસ્ટાઈલ અને ડાયટના કારણે કોલેસ્ટ્રોલની સમસ્યા ઝડપથી વધવા લાગે છે. જે હાર્ટ એટેકનું મોટું કારણ છે. તેથી એવી ડાયટ પસંદ કરો જે તમારા સમગ્ર શરીરને સ્વસ્થ બનાવવામાં મદદ કરે.
નાસ્તામાં ઓટ્સ ખાવાના ફાયદા
હાઈ કોલેસ્ટ્રોલના દર્દીને નાસ્તામાં ઓટ્સ જરૂર સામેલ કરવા જોઈએ. ઓટ્સ ખાવાથી હાર્ટ અને તમારી ઓવરઓલ હેલ્થમાં સુધારો આવે છે. ઓટ્સ નાસ્તા માટે સારો વિકલ્પ છે. ઓટ્સમાં ફાઈબરનું પ્રમાણ ખૂબ વધુ હોય છે, જેમાં સોલ્યુબલ ફાઈબર હોય છે અને ડાઈજેસ્ટિવ ટ્રેક્ટ હોય છે જે એલડીએલ કોલેસ્ટ્રોલથી અટેચ થઈ જાય છે. આ શરીરમાં બેડ કોલેસ્ટ્રોલને બહાર કાઢવાનું કામ કરે છે.
મેદસ્વીપણુ ઘટાડે છે ઓટ્સ
ઓટ્સને વજન ઘટાડવા માટે સારો નાસ્તો માનવામાં આવે છે. મેદસ્વીપણુ ઘટાડવાની સાથે ઓટ્સ ખાવાથી બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલ રહે છે. નાસ્તામાં ઓટ્સ ખાવાથી પેટ ખૂબ મોડા સુધી ભરેલું રહે છે. ઓટ્સમાં જે ફાઈબર હોય છે તેનાથી પેટ સારી રીતે સાફ થાય છે અને ગટ હેલ્થમાં સુધારો આવે છે. જે વજન ઘટાડવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.
ઓટ્સમાં વિટામિન અને પોષક તત્વ
ઓટ્સ એક લો કેલેરી ફૂડ છે. જેમાં ફેટનું પ્રમાણ ના બરાબર હોય છે. ઓટ્સ વિટામિન અને ખનીજથી ભરપૂર હોય છે. ઓટ્સને વિટામિન બી1, બી2, બી3, બી5, બી6 નો સારો સોર્સ માનવામાં આવે છે. આ સિવાય ઓટ્સ ખાવાથી આયર્ન, ઝિંક, કોપર, મેંગનીઝ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને સેલેનિયમ મળે છે.