21 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ડિસેમ્બર 22, 2024
21 C
Surat
રવિવાર, ડિસેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતJamnagarમાં રંગમતી રિવરફ્રન્ટ બનાવવાની કામગીરી કાચબા ગતિએ, તંત્ર દ્વારા નદીની માપણી શરુ

Jamnagarમાં રંગમતી રિવરફ્રન્ટ બનાવવાની કામગીરી કાચબા ગતિએ, તંત્ર દ્વારા નદીની માપણી શરુ


અમદાવાદના સાબરમતી રીવરફન્ટ જેવો જ જામનગરમાં રંગમતી રીવરફન્ટ બનાવવાની કામગીરી કાચબા ગતિએ ચાલુ છે. વરસાદના દિવસો પુરા થયા તેને હજી તો બે મહિના પણ નથી થયા, ત્યાં જામનગરની રંગમતી નદી ફરી ગટરમતી બની ગઈ હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. શહેરમાં તંત્ર વહેલી તકે રિવરફન્ટ બનાવશે તો નદી અને ડંકીઓના તળ પ્રદુષિત થતાં અટકશે.

રંગમતી નદી ફરી ગટરમતી નદી બની ચુકી

ચાલુ વર્ષે ચોમાસામાં ઓગસ્ટ માસની 27થી 29 તારીખે અતિવૃષ્ટી તેમજ તે બાદના દિવસોમાં શહેરની ઉપરવાસના રંગમતી ડેમના પાણી બે-ત્રણ વખત છોડવામાં આવતા શહેરની રંગમતી નદીનો પ્રવાહ ધસમસતો રહેવાને કારણે સમગ્ર નદીની ગંદકી ધોવાઈ ગઈ હતી. પાછોતરો વરસાદ ગણીએ તો સરકારી ચોપડે શહેર-તાલુકાઓમાં છેલ્લે તારીખ 21 ઓક્ટોબર સુધી વરસાદ નોંધાયો હતો. આ વરસાદી દિવસો પછીના માત્ર એક જ માસ જેટલા સમયમાં તારીખ 25નવેમ્બર સુધીમાં રંગમતી નદી ફરી ગટરમતી નદી બની ચુકી છે.

શહેરની સંખ્યાબંધ સોસાયટીઓનું અને જીઆઈડીસી તરફથી દૈનિક ધોરણે આવતું હજારો ગેલન પાણી સીધું નદીમાં જાય છે. જે નદીના છેડે બનાવવામાં આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પ્રોસેસ થઈને દરિયામાં ભળે છે. આ સ્થિતિ નિવારવા માટે મહાનગરપાલિકાના તંત્ર પાસે રિવરફ્રન્ટનો ઉપાય કારગર નિવડે તેમ છે. ત્યારે આ નદી વધુ દુષિત ના થાય તે માટે તાત્કાલિક રિવરફ્રન્ટ બનાવવામાં આવે તેવી માગ જામનગરવાસીઓ કરી રહ્યા છે.

રિવરફ્રન્ટની કામગીરી કાચબા ગતીએ, નદીની દુર્દશા ચિતાની ઝડપે વધી

હાલમાં રિવરફ્રન્ટના પ્રોજેક્ટની પ્રગતિની વાત કરીએ તો સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશન સમક્ષ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના રંગમતી રિવરફ્રન્ટના પ્રોજેકટનું પ્રેઝન્ટેશન થઈ ચુક્યું છે. જેમાં જે-જે માગણી હતી તે પુરી કરવા કોર્પોરેશનનું તંત્ર કાર્યરત છે. તેમજ ફિલ્ડ ઉપર ‘લાલપુર બાયપાસથી લઈને વ્હોરાના હજીરા સુધીના ભાગમાં ડિસ્ટ્રીક્ટ લેન્ડ રેકર્ડ વિભાગ દ્વારા થયેલા સર્વે અને નદીના મુળભુત પ્રવાહની પહોળાઈના ડિમાર્કેશનની પુન:ચકાસણી કોર્પોરેશનના ઈજનેરો કરી રહ્યા છે. આમ એક તરફ રિવરફ્રન્ટના પ્રોજેકટની કામગીરી કાચબાગતિએ આગળ વધે છે તો બીજી તરફ ચિતાની ઝડપે નદીમાં ગટરના પાણી ભળતા હોવાની સ્થિતિ જોવા મળે છે.

તંત્ર તપાસ કરે તે જરૂરી

જામનગરમાંથી પસાર થતી રંગમતી નદીમાં કાલાવડના નાકા બહારથી સોસાયટીઓના ભૂગર્ભ ગટરના પાણી 24 કલાક ભળતા રહે છે. આ ઉપરાંત અન્ય કોઈ સ્થળે ઈન્ડસ્ટ્રીઝના પાણીનો નિકાલ પણ નદીમાં અપાયો હોય તેવું લાગે છે, કારણકે છેલ્લા કેટલાક દિવસોથી સુભાષ બ્રિજ નીચે રંગમતી નદીમાં ગટરના પાણીયુક્ત પ્રવાહમાં મોટા મોટા ફીણ જોવા મળી રહ્યા છે. ત્યારે મ્યુનિસિપલ તંત્ર દ્વારા નદીના પાણીમાં આ દુષિત પાણી કોણ ફેલાવી રહ્યું છે, તેની તપાસ કરવામાં આવે તે જરૂરી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય