રાજકોટમાં ક્ષત્રિય સમાજના અગ્રણી પી.ટી.જાડેજા સામે મનીલોન્ડ્રિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ છે. વેપારીએ રૂ. 60 લાખ 3 ટકા વ્યાજે લીધા હતા જેની પાસે પઠાણી ઉઘરાણી કરવાનો આક્ષેપ છે. જામીન પેટેલ લીધેલા મકાનના દસ્તાવેજ પરત ન આપતા વેપારીએ માલવિયાનગર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે.
વ્યાજખોરીના દુષણને ડામવા પોલીસે અનેક પ્રયાસો કર્યા પરંતુ નિષ્ફળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, રાજકોટમાં ક્ષત્રિય સમાજના અગ્રણી અને ક્ષત્રિય આંદોલનના મોભી પી.ટી.જાડેજા સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હોવાના સમાચાર સામે આવ્યા છે. મનીલોન્ડ્રિંગ એક્ટ અંતર્ગત માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં પી.ટી.જાડેજા સામે ફરિયાદ નોંધાઇ છે.
કારખાનેદારને 60 લાખ રૂપિયા 3 ટકા વ્યાજે લીધા બાદ 70.80 લાખ ચૂકવી દીધા હોવા છતા ક્ષત્રિય સમાજના અગ્રણી પી.ટી.જાડેજા પઠાણી ઉધરાણી કરતા હોવાનો આક્ષેપ છે. જામીન પેટે આપેલા મકાનના દસ્તાવેજની ફાઇલ અને ચેક પરત ન આપતા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે મનીલોન્ડ્રિંગ એક્ટ હેઠળ પી.ટી.જાડેજા સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.