Vadodara Post Office : પોસ્ટ વિભાગના ઓડિટમાં વડોદરા નજીક આવેલા દુમાડ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર સામે ઉચાપતની લેખિતમાં ફરિયાદ આપવામાં આવી છે.
પોસ્ટ વિભાગના દક્ષિણ ઉપ વિભાગના ઇન્સ્પેક્ટર ઓફ પોસ્ટ દ્વારા લેખિતમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ફતેગંજ પોસ્ટ ઓફિસ દ્વારા વાર્ષિક ઓડિટના વિસ્તૃત અહેવાલમાં દુમાડ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર વિક્રમસિંહ ગંભીરસિંહ વાઘેલાએ વર્ષ 2009 માં દશરથ ગામે રહેતી મહિલાનું એકાઉન્ટ ખોલાવ્યું હતું. અલગ અલગ સમયે મહિલાના કુલ રૂ.34 હજાર જમા કરાવ્યા હતા તેની અસલ નોંધ પાસબુકમાં કરી હતી. પરંતુ તે પૈસા પોસ્ટ વિભાગમાં જમા કરાવ્યા નહિ. તેવી જ રીતે દુમાડમાં રહેતા મહિલા ખાતા ધારકનું ખાતું વર્ષ 2012 માં ખોલવામાં આવ્યું હતું.