પાછતરડી ગામના શખ્સે ફેન્સિંગ કરી જમીનને માલિકીની દર્શાવી દીધી!
૭૨૪૭ ચોરસ મીટરનાં ક્ષેત્રફળવાળી જમીનમાં આરોપીએ દબાણ કરી જમીન પચાવી પાડતાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ
જામ ખંભાળિયા: બરડા ડુંગર અને આસપાસના વિસ્તારમાં આવેલી ખનીજ ખાણોમાં વ્યાપક પ્રમાણમાં ખનન થઈ રહ્યું છે. આ વિસ્તારમાં કેટલાક વિસ્તારમાં લીઝની જમીન ઉપરાંત ગેરકાયદે જમીનમાં ખાણો બનાવીને ખનન કરવાની પ્રવૃતિ ચાલે છે અને એમાં ખાણખનીજ વિભાગ અને પોલીસ તંત્ર દરોડાઓ પાડે છે. હવે તો અહી ખાણની જમીન આસપાસની જમીનને વાળી લેવાની પણ વિઘાતક પ્રવૃતિ ચાલુ થઈ ગઈ છે.