વડોદરાઃ શહેરમાં વ્યાજના નામે જોહુકમી કરતા તત્વો સામે પોલીસ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.તાજેતરમાં નામચીન કલ્પેશ કાછીયાનું નામ વ્યાજખોરીમાં ખૂલ્યા બાદ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ઘનશ્યામ ફૂલબાજે અને તેના સાગરીતો સામે ફરિયાદ નોંધાઇ છે.
ગોત્રી વિસ્તારમાં પંચમુખી હનુમાન મંદિર પાસે આર્યા ગોવર્ધન ખાતે રહેતા સૃષ્ટિરાજ પવારે પોલીસને કહ્યું છે કે,વર્ષ-૨૦૧૭માં હું અર્બન કોમ્પ્લેક્સમાં રેસ્ટોરાં ચલાવતો હતો ત્યારે ઘનશ્યામ ફૂલબાજે જમવા માટે આવતો હોવાથી તેનો પરિચય થયો હતો અને તેણે ફાઇનાન્સનું કામ કરૃં છું, પૈસાની જરૃર હોય તો કહેજે તેમ કહ્યું હતું.
કોવિડમાં ધંધા પર અસર થતાં મેં ઘનશ્યા પાસેથી રૃ.એક લાખ પાંચ ટકા વ્યાજે લીધા હતા.