31 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
31 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતરાજકોટજામનગરના વેપારીના આપઘાત પ્રકરણમાં ભાગીદાર સામે ફરિયાદ | Complaint against partner in...

જામનગરના વેપારીના આપઘાત પ્રકરણમાં ભાગીદાર સામે ફરિયાદ | Complaint against partner in Jamnagar businessman’s suicide case



આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા અંગેનો ગુનો દર્જ

ભાગીદારે ૫૦ લાખનો ગોટાળો કરતા આર્થિક તંગીમાં આવી જતા વેપારીએ ઝેરી દવા પીધાનું ખુલ્યું

જામનગર: જામનગરમાં શાંતિ હાર્મોનીમાં રહેતા પર પ્રાંતિય વેપારી યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી હતી. જે પ્રકરણમાં પોલીસની ઊંડાણપૂર્વકની તપાસના અંતે ભાગીદારના ૫૦ લાખ રૂપિયા ના ગોટાળાના કારણે પોતે આર્થિક તંગીમાં આવી જતા આત્મહત્યાનું પગલું ભરેલું હોવાનું જાહેર થયું છે, અને પોલીસે પરપ્રાંતિય વેપારીને આત્મહત્યાની ફરજ પાડવા અંગે તેના ભાગીદાર સામે ગુનો નોંધ્યો છે.

 આ ચકચારજનક બનાવની વિગત એવી છે કે જામનગરમાં રોજી પેટ્રોલ પંપની સામે શાંતિ હારમોની ના બ્લોક નંબર ૧૦૦૨ માં રહેતા અને કોમલ સેલ્સ એજન્સી ચલાવતા રાજેશ મોતીરામ ખન્ના નામના ૪૨ વર્ષના વેપારી યુવાને ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

જે બનાવ અંગે મૃતકની પત્ની મમતાબેન ખન્નાએ પોલીસને જાણ કરતાં તપાસ હાથ ધરી હતી. જેમાં વેપારીને મૃત્યુના મુખમાં ધકેલી દેવા અંગે તેમના ધંધાના ભાગીદાર જામનગરના મેહુલ નગરમાં રહેતા હાદક ગીરીશભાઈ વોરાની મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવ્યું હતું.

મૃતકની પત્ની દ્વારા જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન રાજેશ કુમાર ખન્નાએ પોતાની પેઢી કે જે માં પતિ-પત્ની બંને ભાગીદાર છે, જેના ધંધાના વિકાસ માટે પોતાના ભાગીદાર એવા હાદકભાઈને અલગ અલગ લોન મારફતે પૈસા મેળવીને ૫૦ લાખ રૂપિયા રોકાણ કરવા માટે આપ્યા હતા, અને તેના આધારે ધંધો કર્યો હતો.

 પરંતુ લાંબા સમયથી ધંધા નો કોઈ હિસાબ આપ્યો ન હતો, અને નફા નુકસાની અંગેની કોઈ જાણકારી ન આપી હોવાથી રાજેશભાઈ ખન્ના આર્થિક તંગી અનુભવી રહ્યા હતા, અને પોતાને માનસિક દબાણ આવી જતાં આખરે તેમણે આત્મહત્યા કરી લેવાનો રસ્તો અપનાવી લીધો હતો.

જેથી પોલીસ દ્વારા મમતાબેનની ફરિયાદના આધારે તેના પતિના ભાગીદાર હાર્દિકભાઈ ગીરીશભાઈ વોરા સામે આત્મહત્યાની દુષપ્રેરણા આપવા અંગે 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય