દૂધની થેલીમાં છાપેલી કિંમત કરતા વધુ ભાવ લેનારને દંડ કરાયો
જિલ્લા તોલમાપ વિભાગે વજનમાપના ૨૨ અને પીસીઆરનો ૧ કેસ કરી રૂા.૭૨,૫૦૦ માંડવાળ ફી વસૂલી
ભાવનગર: મહુવાથી ગ્રાહકે ઓનલાઈન મંગાવેલાં કપડા ધોવાના લિક્વિડના પાંચ લીટરના કેનમાં ૮૦૦ મિલી ઓછું આવતા તોલમાપ વિભાગે સુરતની કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરી દંડ પેટે ૨૮ હજારની વસૂલાત કરી હતી. જ્યારે ગત માસમાં તોલમાપ વિભાગે ૨૨ વજનમાપ અને ૧ પીસીઆરનો કેસ કરી કુલ રૂા. ૭૨,૫૦૦ની માંડવાળ ફી વસુલાઈ હતી.