રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માના કાફલો અકસ્માતનો શિકાર બન્યો છે. જયપુરમાં બપોરે થયેલી આ દુર્ઘટનામાં કાફલામાં તૈનાત 3 પોલીસ કર્મીઓ ગંભીર રીતે ઘાયલ થતા તેઓને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા છે.
5 સુરક્ષા કર્મીઓ ઘાયલ
અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ટક્કર મારનારી કારને કબ્જામાં લઇને તપાસ શરૂ કરી હતી. મહત્વનુ છે કે રાજસ્થાન સીએએ ટ્રાફિક પોલીસને પોતાનો કાફલો નીકળે ત્યારે સામાન્ય જનતાને ન રોકવાનો નિર્દેશ આપ્યો છે. તેવામાં સીએમ નીકળ્યા તો રોંગ સાઇડથી આવી રહેલી કાર તેમના કાફલા સાથે અથડાઇ અને સુરક્ષાકર્મીઓના કારને ટક્કર મારી જેમાં 5 સુરક્ષાકર્મીઓ સહિત 9 લોકો ઘાયલ થયા હતા. આમાંથી બે સુરક્ષા કર્મચારીઓની ગંભીર હાલતને જોતા તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી પોતે ઘાયલોને હોસ્પિટલમાં લઈ ગયા અને સારવાર માટે દાખલ કર્યા.
મુખ્યમંત્રી ઇજાગ્રસ્તોને લઇ ગયા હોસ્પિટલ
મુખ્યમંત્રી કાર્યાલયના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે અકસ્માત એનઆરઆઈ સર્કલ પાસે થયો હતો, જ્યારે મુખ્યમંત્રીના કાફલામાં એક વાહન કારને અથડાતા ટાળવાના પ્રયાસમાં રોડ ડિવાઈડર સાથે અથડાયું હતું. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ તેમની કાર રોકી અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા.
CMનો કાફલો હંમેશની જેમ આગળ વધી રહ્યો હતો અને ત્યાં કોઈ ટ્રાફિક સ્ટોપ ન હતો. આ દરમિયાન અકસ્માત થયો હતો. સીએમએ મામલાની માહિતી લીધી અને એમ્બ્યુલન્સ આવવાની રાહ જોવાને બદલે તેઓ ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને લઈ ગયા.