– તમારા પાર્સલમાં 16 ફેક પાસપોર્ટ, 58 એટીએમ કાર્ડ, 140 ગ્રામ ડ્રગ્સ મળ્યું છે : દિલ્હી પોલીસ, સીબીઆઈના નામે હ્યુમન ટ્રાફિકિંગ અને મની લોન્ડરીંગના કેસ કરવાની ધમકી આપી હતી
– બોગસ કોર્ટ ઓર્ડર મોકલી ઘરે સીબીઆઈની રેડ કરવામાં આવશે કહી બેન્ક એકાઉન્ટમાં રહેલા પૈસા લીગલ કરવાના બહાને જુદાજુદા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી બોગસ નોટરાઈઝ લેટર પણ મોકલ્યા
સુરત, : સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા મૂળ અમરેલીના યુવાન સિવિલ એન્જીનીયરને તમે મોકલેલા પાર્સલમાંથી 16 ફેક પાસપોર્ટ, 58 એટીએમ કાર્ડ, 140 ગ્રામ ડ્રગ્સ મળ્યું છે કહી દિલ્હી પોલીસ, સીબીઆઈના નામે હ્યુમન ટ્રાફિકિંગ અને મની લોન્ડરીંગના કેસ કરવાની ધમકી આપી ડિજિટલ એરેસ્ટ કરી તેમજ બોગસ કોર્ટ ઓર્ડર મોકલી ઘરે સીબીઆઈની રેડ કરવામાં આવશે કહી બેન્ક એકાઉન્ટમાં રહેલા પૈસા લીગલ કરવાના બહાને જુદાજુદા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી બોગસ નોટરાઈઝ લેટર મોકલી સાયબર માફિયાઓએ રૂ.23.50 લાખ પડાવ્યા હતા.
સાયબર ક્રાઈમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના વતની અને સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં રહેતા 32 વર્ષીય સિવિલ એન્જીનીયર ધાર્મિકભાઈ ( નામ બદલ્યું છે ) યોગીચોક ખાતે ઓફિસ ધરાવે છે.ગત 29 નવેમ્બરની બપોરે 1.57 કલાકે તેમના મોબાઈલ ફોન ઉપર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો.