અમદાવાદ શહેરમાં અમદાવાદ પોલીસની કોમ્બિંગ નાઈટ ચાલી રહી છે જેમાં પોલીસ દ્વારા અલગ-અલગ ઝોન પ્રમાણે વાહનચાલકોના વાહન ડિટેઈન કરવામાં આવી રહ્યાં છે,પોલીસે આપેલા મેમો ભરવા બીજા દિવસે પણ લાઈનો લાગી છે,ગઈકાલ રાત્રે 1 વાગ્યાથી લોકો RTOની બહાર ઉભા હતા અને ગઈકાલ રાતથી ઉભેલી પ્રજાએ તંત્રની સામે રોષ ઠાલવ્યો હતો.પ્રજાનો આક્ષેપ છે કે સામાન્ય જનતાને પોલીસ હેરાન કરી રહી છે.
પોલીસ કાર્યવાહી જવાબદાર લોકો સામે કરે : પ્રજા
કોમ્બિંગ નાઈટમાં અમદાવાદ પોલીસે વાહનચાલકોને દંડ ફટકારી આરટીઓનો મેમો આપ્યો છે જેના કારણે આરટીઓમાં વહેલી સવારથી લોકોની લાઈનો લાગી છે,પોલીસે કાર્યવાહીના નામે નાગરિકોને દોડતા કરી દીધા છે,શહેરમાં ગુનાખોરી અટકાવવાની ડ્રાઇવમાં લોકો મેમો ભરતા થયા છે.પોલીસ દારુ પિધેલા લોકોને પકડી રહી છે પરંતુ દારુના અડ્ડા શોધી શકી નથી.શહેરમાં “પાડા ના વાંકે પખાલીને ડામ “જેવી સ્થિતિના નાગરિકોએ તંત્ર સામે કર્યા છે આક્ષેપ.
આરટીઓએ સ્ટાફ વધાર્યો
આરટીઓ આવતા વાહન ચાલકોના મેમો સમયસર ભરાઈ જાય તેના માટે સ્ટાફ વધારવામાં આવ્યો છે. ડીએ શાખામાં ત્રણ ક્લાર્ક અને એક ઓફિસર હોય છે. સંખ્યા વધી જેના કારણે નવ ક્લાર્ક અને બે ઓફિસર મુકવામાં આવ્યા છે. 200થી 250 ટોકન ઈશ્યૂ કર્યા છે. સમય રહેશે તો વધુ ટોકન ઈશ્યૂ કરીશું. બાવળા, વસ્ત્રાલમાં પણ ટીમ વધારવામાં આવી છે. જેના કારણે મેમો ભરાઈ જાય. કયા નિયમોનો ભંગ કર્યો છે જેના ડોક્યુમેન્ટ ચકાસવામાં આવે છે.
ગુનેગારોમાં વ્યાપ્યો ફફડાટ
છેલ્લા 3 દિવસથી કરવામાં આવી રહેલા કોંબિંગ નાઈટમાં ચેકીંગ દરમ્યાન વાહનોમાં દંડા તેમજ તિક્ષણ હથિયાર રાખતા વાહનચાલકો પણ મળી આવ્યાં હતા આવા વાહનચાલકો સામે BNS એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે જ કેટલાક વાહનોમાં નશાયુક્ત પદાર્થો તેમજ તેનું સેવન કરેલા વાહનચાલકો પણ મળી આવ્યા હતા જેમની સામે પ્રોહીબિશન એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે.સતત ત્રણ દિવસથી અમદાવાદ શહેરમાં ચાલી રહેલા કોમ્બીંગ નાઈટ વાહન ચેકિંગ ના કારણે ગુનેગારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.