33 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ડિસેમ્બર 4, 2024
33 C
Surat
બુધવાર, ડિસેમ્બર 4, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeદેશChhattisgarh: સુરક્ષા દળોને મળી મોટી સફળતા, 30 નક્સલીઓને કર્યા ઠાર

Chhattisgarh: સુરક્ષા દળોને મળી મોટી સફળતા, 30 નક્સલીઓને કર્યા ઠાર


છત્તીસગઢમાં નક્સલવાદીઓ સામે સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. નારાયણપુરમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 30 નક્સલીઓને ઠાર કર્યા છે. પોલીસ તેમની ઓળખ કરી રહી છે. માર્યા ગયેલા નક્સલીઓ પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે. પોલીસને નારાયણપુર-દંતેવાડા બોર્ડર પર માડ વિસ્તારમાં નક્સલવાદીઓની હાજરી અંગે ઈનપુટ મળ્યા હતા. આના પર નારાયણપુર પોલીસ અને દંતેવાડા પોલીસની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન એન્કાઉન્ટર થયું અને 30 નક્સલવાદીઓ માર્યા ગયા.

DRG અને STFનું ઓપરેશન ચાલુ

બસ્તર ક્ષેત્રના IGએ જણાવ્યું કે, આ ઓપરેશન નારાયણપુર-દંતેવાડા જિલ્લાની સીમામાં આવેલા થુલથુલી ગામના જંગલમાં કરવામાં આવ્યું હતું. તેમની હાજરીની માહિતી મળતાં જ નારાયણપુર અને દંતેવાડા જિલ્લામાંથી સુરક્ષા દળોની ટીમો મોકલવામાં આવી હતી. તેમાં જિલ્લા રિઝર્વ ગાર્ડ અને STFના જવાનો હતા.

આ વિસ્તારમાં સમયાંતરે ગોળીબાર

અધિકારીએ જણાવ્યું કે, બપોરે લગભગ 1 વાગે નક્સલવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. આ પછી જવાનોએ પણ ચાર્જ સંભાળ્યો અને 24 નક્સલીઓને ઠાર કર્યા. તેમના મૃતદેહ, AK-47 અને SLR અને અન્ય હથિયારો પણ મળી આવ્યા છે. અમારા તમામ સૈનિકો સુરક્ષિત છે. આ વિસ્તારમાં સમયાંતરે ગોળીબાર થઈ રહ્યો છે.

આ વર્ષે અત્યાર સુધીમાં 189 નક્સલવાદીઓ ઠાર

છત્તીસગઢમાં નક્સલવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળો સતત ઓપરેશન ચલાવી રહ્યા છે. જે નક્સલવાદીઓ મુખ્ય પ્રવાહમાં પાછા આવવા માગે છે તેમને પણ વિશેષ ઓપરેશન હેઠળ પાછા આવવાની તક આપવામાં આવી રહી છે. આટલા પ્રયત્નો છતાં જે લોકો નક્સલવાદનો માર્ગ નથી છોડી રહ્યા અને શાંતિની પુનઃસ્થાપનામાં અવરોધો બની રહ્યા છે તેઓનો ખાતમો કરવામાં આવી રહ્યો છે.

189 નક્સલવાદીઓને ઠાર

પોલીસ અધિકારીઓનું કહ્યું છે કે, દંતેવાડા અને નારાયણપુર સહિત સાત જિલ્લાના બસ્તર ક્ષેત્રમાં અત્યાર સુધીમાં સુરક્ષા દળોએ 189 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. તેઓ અલગ-અલગ એન્કાઉન્ટરમાં ઠાર થયા છે. જેમાં શુક્રવારે થુલાથુલી ગામના જંગલમાં માર્યા ગયેલા નક્સલવાદીઓનો પણ સમાવેશ થાય છે.





Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય