Search Oparation in Surat: સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા પાટા પર લાવવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે બુટલેટરો તેમજ વૉન્ટેડ અને અસામાજિક તત્ત્વો પર સકંજો કસવાનો આદેશ આપ્યો છે. આ આદેશ બાદ સુરતના ભેસ્તાનમાં મધરાતે બે વાગ્યાથી પરોઢિયે પાંચ વાગ્યા સુધી 100થી વધુ પોલીસકર્મીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરમિયાન 50 જેટલાં હિસ્ટ્રીશીટરની યાદી સાથે 1600થી વધુ ઘરોની તપાસ કરાઈ હતી. આ દરમિયાન 4 નાઈટ વિઝન ડ્રોનની મદદથી સમગ્ર વિસ્તારનું પણ ચેકિંગ કરાયું હતું. બાદમાં કેટલાક લોકોની અટકાયત કરાઈ હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.