Vadodara MGVCL Cheaking : એમજીવીસીએલના માંડવી સબ ડિવિઝનમાં આવતા વિસ્તારોમાં આશરે વીજ કંપનીની 27 ટિમો દ્વારા પાંચ ફીડર હાથીખાના, સરસિયા તળાવ, જ્યુબિલી બાગ, ફતેપુરા અને બાજવાડામાં વીજ ચેકીંગ અને ડિસ્કનેક્શન ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં 625 જેટલા વીજ કનેક્શનો ચકાસવામાં આવ્યા હતા. તેમાંથી 32 કનેક્શનોમાં વીજ ચોરીમાં અંદાજીત 30 લાખની વીજ ચોરી ઝડપાઇ હતી.
શહેરના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં વીજ ચોરીનો સિલસિલો યથાવત રહ્યો હોવાનું ધ્યાને આવતા મધ્ય ગુજરાત વીજ કંપનીના વડોદરા માંડવી સબ ડિવિઝનમાં આવતા 5 ફીડર હાથીખાના, સરસિયા તળાવ, જ્યુબિલી બાગ, ફતેપુરા અને બાજવાડામાં વીજ ચેકીંગ અને ડિસ્કનેક્શન ડ્રાઈવ યોજવામાં આવી હતી. પોલીસનો બંદોબસ્ત મેળવવામાં આવ્યો હતો.