26 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
26 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતબરવાળાના અંબાજીધામમાં નવરાત્રિ મહોત્સવની પ્રદર્શન સાથે ઉજવણી | Celebration of Navratri festival...

બરવાળાના અંબાજીધામમાં નવરાત્રિ મહોત્સવની પ્રદર્શન સાથે ઉજવણી | Celebration of Navratri festival with performance in Ambajidham Barwala



– મંદિરના પરિસરમાં મનોહર સુશોભન 

– નારી પરના અત્યાચારો અને નારી કાયદા સુધારણા માટેના લાઈવ શોનું લોકોમાં ભારે આકર્ષણ

બરવાળા : ભારતના દરેક રાજયોમાં શકિતની ભકિતના નવલા નવરાત્રિ મહોત્સવની પોતાની આગવી પરંપરા પ્રમાણે ઉજવણી કરાય છે. ગુજરાત રાજયમાં નવરાત્રિમાં રાસ ગરબાનું અનોખુ મહત્વ છે. જેમાં અનેક સ્થળોએ પશ્ચિમની સંસ્કૃતિના આંધળા અનુકરણને લઈને વિશિષ્ઠ ભારતીય સંસ્કૃતિનું હરણ પણ થાય છે. સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ પ્રાચીન પરંપરાગત રાસ ગરબા અને શેરી નાટકો દ્વારા નવરાત્રિ ઉજવાય છે. જયારે બરવાળામાં આવેલા વ્રજલાલ પોપટલાલ બાબરીયા પરિવાર દ્વારા નિર્મિત શ્રધ્ધેય અંબાજીધામમાં નવરાત્રિની કંઈક અલગ જ રીતે ઉજવણી કરાય છે. 

છેલ્લા ૨૬ વર્ષથી બરવાળામાં આવેલા અંબાજીધામમાં નવરાત્રિ દરમિયાન પ્રાચીન અને અર્વાચીન ભારતીય સંસ્કૃતિની અને રામાયણ તેમજ મહાભારતના પાત્રો, પ્રસંગોનો લાઈવ શો યોજાઈ રહેલ છે. દરરોજ સાંજે ૭ કલાકે અંબાજીધામમાં સાંસ્કૃતિક પ્રદર્શનને ખુલ્લુ મુકવામાં આવે છે જેરાત્રીના ૧૧ કલાક સુધી ખુલ્લુ રહે છે. સમગ્ર અંબાજીધામને ઝગમગતી રોશની સાથે શણગારવામાં આવે છે. મંદિરમાં પ્રવેશતા જ કંઈક અલૌકિક વાતાવરણની અનૂભૂતિ થાય છે. પરિસરની આજુબાજુ લાઈવ પ્રદર્શન યોજાય છે. જે નિહાળવા દરરોજ સ્થાનિક અને દૂર દૂરથી હજજારો ભાવિકો ઉમટી પડે છે. જેઓને પ્રસાદનું વિતરણ કરાય છે. મંદિરના પરિસરમાં પ્રવેશતા જ રાધાકૃષ્ણની લીલા અને લક્ષ્મણજીની મુર્છાનો લાઈવ શો બાદ મંદિરમાં મા અંબાજીની શણગાર સજેલી મૂર્તિના અદ્રભૂત દર્શનનો લાભ મળે છે. બાદ નારીની વ્યથા અને વર્તમાન સમયમાં નારી પરના અત્યાચારો અને બંગાળમાં થયેલ મહિલા ડોકટરની કહાની અને સ્પેશમાં સુનિતા વિલીયમ્સ તેમજ નારી કાયદા સુધારણા માટેનો આઠ મિનીટનો શો લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. બાદ શંકર પાર્વતી અને ગણેશજીનું પ્રદર્શન આવે છે. મુંબઈ સ્થિત બાબરીયા પરિવારના પંકજભાઈ અને વીકીભાઈ નવ દિવસ અંબાજીધામમાં નવદિવસીય પ્રદર્શનની સુચારૂ વ્યવસ્થા નિભાવી રહ્યા છે. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય