21 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
21 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતBhavnagarના ગઢડામાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસ વાનને ટક્કર મારનાર ત્રણ આરોપીઓ ઝડપાયા

Bhavnagarના ગઢડામાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસ વાનને ટક્કર મારનાર ત્રણ આરોપીઓ ઝડપાયા


ગઢડા(સ્વામીના) શહેરમાં આગળના પોલીસ સ્ટેશનથી મળેલી સૂચના મુજબ એક શંકાસ્પદ ફોર વ્હીલ કાર રોકવા માટે નાકાબંધી કરી કાર ચાલકને રોકવા પ્રયાસ કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. તેમજ વલસાડ જીલ્લામાં રહેતા ત્રણ અજાણ્યા શખ્સોએ પોલીસથી બચવા પૂરપાટ ઝડપે જાહેરમાં કાર ચલાવી નાસી છૂટવા પ્રયાસ કરતા ભયનો માહોલ ઉભો કરી પોલીસની ગાડી સાથે ટક્કર થતા સામસામે નુકસાન થયું હતુ,આ સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ હાથધરી છે.
ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના
આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર ગઢડા પોલીસમાં ફરજ બજાવતા વિક્રમસિંહ રણછોડભાઇ ગોલેતર ગઢડા પોલીસ સ્ટેશનની સરકારી બોલેરો ગાડી નં.જી.જે.૧૮.જી.બી.૫૬૨૩ ( પી-૦૮ ) માં ડ્રાયવર તરીકે ફરજ ઉપર હતા. આ દરમિયાન ગીતા જયંતિ નિમિત્તે ગઢડા શહેરમાં અલગ અલગ શાળાઓના બાળકોની જાગૃતિ રેલી અનુસંધાને મુખ્ય રસ્તાઓ ઉપર રેલીમાં સાથે હતા. તે દરમિયાન બપોરે 11 વાગ્યે ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પો.કોન્સ. રોહીતભાઈ નાથાભાઇ ઝાલાનો ફોન આવેલ કે તમો તાત્કાલીક બોલેરો લઇને ગઢડા એમ.એમ. હાઈસ્કુલ ચાર રસ્તે આવો.
ગાડીનો કર્યો પીછો
જેથી રેલીમાંથી નીકળી ગઢડા. એમ.એમ. હાઈસ્કુલ ચાર રસ્તે પહોંચેલ. તે વખતે પો.કોન્સ. રોહીતભાઈ નાથાભાઇ ઝાલા પણ ત્યાં હાજર હોય સરકારી બોલેરોમાં બેસી ગયેલ અને જણાવેલ કે ઉગામેડી તરફથી મુળધરાઇ ગામ બાજુથી એક સફેદ કલરની વર્ના ફોરવ્હીલ ગાડી શંકાસ્પદ હાલતમાં ગઢડા તરફ આવે છે એટલે આપણે નિંગાળા બાજુ નાકાબંધી કરવાની છે. આ દરમિયાન ગઢડા-ઉગામેડી ગામ વચ્ચે રોડ ઉપર એક સફેદ કલરની વર્ના ગાડી સામેથી આવતા પોલીસે ગાડીને રોકવા પ્રયાસ કરેલ‌. પરંતુ ગાડી ચાલકે ફોરવ્હીલ ગાડી ઉભી નહી રાખી ગઢડા તરફ ભગાવી દિધેલ. જેથી પોલીસે પણ સરકારી બોલેરો ગાડી ગઢડા તરફ વળાંક વાળેલ અને તે ગાડીનો પીછો ચાલુ કરતા અને વર્ના ગાડી નંબર જી.જે.૧૫.સી.એલ.૪૧૬૦ હોવાનુ જણાતા પી.એસ.આઈ. જી.જે.ગોહીલને ફોનથી સમગ્ર હકીકત જણાવી હાઈસ્કુલ ચાર રસ્તે નાકાબંધી કરવા જણાવી વર્ના ગાડીનો પીછો કર્યો.
3 આરોપીની પોલીસે કરી ધરપકડ
વર્ના ગાડી હાઈસ્કુલ ચાર રસ્તેથી નાકાબંધીના કારણે પરત વળાંક વાળી ઉગામેડી રોડ ઉપર આવવા દિધેલ. જે એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે પહોંચતા સરકારી બોલેરો ગાડીને રોડ ઉપર ઉભી રાખી વર્ના ગાડીને રોકવા પ્રયાસ કરતા વર્ના ગાડીના ચાલકે ઈરાદા પુર્વક પોતાના હવાલાની વર્ના ફોરવ્હીલ ગાડી બેફામ રીતે ચલાવીને સરકારી બોલેરો ગાડી ઉપર ચડાવી સરકારી બોલેરો ગાડીના ડ્રાઈવર સાઈડમાં આગળના ભાગે ભટકાડી અને તે ગાડીમાંથી કુલ 03 ઇસમો ગાડી મુકી ભાગવા લાગેલ. જે પૈકી ડ્રાઈવર સીટમાંથી ઉતરીને ભાગેલ ઇસમને પોલીસે પકડી પાડતા અને તેનુ નામ સુજીતભાઇ હર્ષદભાઇ પટેલ રહે, ગોઈમાં ગામ તા.પારડી જી.વલસાડ વાળો હોવાનુ જણાવેલ અને સાથેના અન્ય પોલીસે પણ એક ઇસમને પકડી પાડતા ગાડી પાસે લાવીને તેનુ નામ પુછતા ધ્રુવકુમાર સુરેશભાઇ પટેલ રહે.ગોઈમા ગામ તા.પારડી જી. વલસાડ વાળો હોવાનું જણાવેલ. આ દરમિયાન અન્ય એક ઇસમને પણ હાઈસ્કુલ ચાર રસ્તે નાકાબંધીમાં ઉભેલ પી.એસ.આઈ. જી.જે.ગોહીલ ઝડપી લઈ નામ પૂછતાં કૃણાલભાઇ કનુભાઇ પટેલ રહે.ઓઝર ગામ તા.જી.વલસાડ વાળો હોવાનુ જણાવેલ.
ઈરાદા પૂર્વક વાહન હંકાર્યુ
આ ઘટના સંદર્ભે ગાડી અને ત્રણેય શખ્સોની તપાસ કરતા કાંઈ શંકાસ્પદ વસ્તુ નહી મળી આવતા પોલીસ તરફથી વિક્રમસિંહ રણછોડભાઇ ગોલેતરે વર્ના ગાડીના ચાલક આરોપી સુજીતભાઇ હર્ષદભાઇ પટેલ રહે.ગોઈમાં ગામ તા.પારડી જી.વલસાડ વિરૂધ્ધ ગુન્હો નોંધાવતા આ કામન આરોપીએ પોતે જાણવા થતા ઈરાદા પુર્વક બેફામ ગાડી ચલાવવાથી કોઇ માણસનુ મૃત્યુ નીપજે તેવી બેદરકારી રાખી પોતાના હવાલાવાળી સફેદ કલરની વર્ના ફોરવ્હીલ ઈરાદા પુર્વક બેફામ રીતે હંકારી ફરીયાદીના હવાલાની સરકારી બોલેરો સાથે સામેથી ડ્રાયવર સાઈડમાં ભટકાડી સરકારી વાહનને નુકશાન કરી ફરીયાદીની ફરજમાં રૂકાવટ કરી ગુન્હો કર્યા બાબત બી.એન.એસ. એકટ કલમ-૧૧૦, ૧૨૫, ૨૮૧, ૧૩૨ તથા ધી પ્રિવેન્શન ઓફ ડેમેજીસ ઓફ પબ્લીક પ્રોપર્ટી એક્ટ કલમ-૩(૨)(ઈ) તથા એમ.વી.એક્ટ કલમ.૧૮૪, ૧૭૭ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.
આ દુર્ઘટના સમયે ગીતા જયંતીની રેલી સમયસર પસાર થઈ જતા મોટી દુર્ઘટના ટળી
ગઢડા પોલીસ સાથે વલસાડ જીલ્લાના અજાણ્યા શંકાસ્પદ ઈસમોએ પોતાની વર્ના ફોર વ્હીલર બેફામ રીતે હંકારી નાસી છૂટવા પ્રયાસ કરતા ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટના દરમિયાન શહેરની શાળાઓના વિદ્યાર્થીઓ ગીતા જયંતીની રેલી માટે મોટી સંખ્યામાં પસાર થયા હતા. સદનસીબે વિદ્યાર્થીઓની રેલી થોડાક સમય પહેલા સોસાયટી તરફ વળી જતા થોડી મિનિટોનો તફાવત રહેતા સંભવિત મોટી દુર્ઘટના ટળી હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય