Gujarat Health Department Recruitment : ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની 29 જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી હતી. આ ભરતીમાં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર, 2024 હતી. જો કે, ઓનલાઈન આવેદન કરવાની નિયત તારીખ સુધીમાં કોઈ ઉમેદવારોએ અરજી ન કરતા આયોગ દ્વારા ભરતીના ફોર્મ ભરવાની તારીખ લંબાવામાં આવી છે.
GPSCની આરોગ્ય વિભાગની ભરતીની તારીખ લંબાવાઈ
રાજ્યમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની વિવિધ વિષયોના પ્રાધ્યાપક વર્ગ 1 અને સહ-પ્રાધ્યાપક, વર્ગ 1ની જગ્યા પર ભરતી કરવા માટે GPSC દ્વારા 21 નવેમ્બરથી 10 ડિસેમ્બર, 2024 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી.