27.1 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જુલાઇ 1, 2025
27.1 C
Surat
મંગળવાર, જુલાઇ 1, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યHand Dryerનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને થઈ શકે નુકસાન?

Hand Dryerનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને થઈ શકે નુકસાન?


તમે કોઈ પણ મોલ કે ઓફિસ કે વોશરૂમમાં હાથ ધોવો છે અને સામે દિવાલ પર ચમચમાતું હેન્ડ ડ્રાયર તમને આકર્ષિત કરે છે. તમે બટન દબાવો છો અને તેમાંથી ગરમ હવા આવે અને થોડી જ સેકેન્ડોમાં તમારા હાથ સૂકાય જાય છે.

પરંતુ શું તમે ક્યારે વિચાર્યું કે હેન્ડ ડ્રાયર તમારા હાથને સુકાવી તો દે છે પરંતુ શું તે તમારા સ્વાસ્થયને પણ નુકાસાન પહોંચાડે છે.

હેન્ડ ડ્રાયર અને બેકટેરિયા

હેન્ડ ડ્રાયરની ગરમ હવામાં ભલે તમને તાજગીનો અનુભવ થાય પરંતુ હકીકતમાં તે હવા બેક્ટેરિયાથી ભરેલી હોય છે. ઘણા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે હેન્ડ ડ્રાયરથી સુકાવવામાં આવતા હાથમાં બેકટેરિયાની માત્રા વધારે હોય છે તેમજ ટિશ્યૂ પેપરથી સુકાવેલા હાથની સરખામણીમાં વધારે બેકટેરિયા હોય છે.

સ્કિનને ચેપ લાગવો

બેક્ટેરિયાથી ભરેલી હવાના વારંવાર સંપર્કમાં આવવાથી હાથની સ્કિન પર બળતરા, ખંજવાળ અથવા ફોલ્લીઓ થઈ શકે છે, જે ખાસ કરીને સેનસેટીવ સ્કિન ધરાવતા લોકો માટે હાનિકારક છે.

ગૈસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ ઈન્ફેક્શન

જો હાથ પરના બેક્ટેરિયા ખોરાક અથવા ચહેરાના સંપર્કમાં આવે છે, તો તેનાથી ઝાડા, ઉલટી અથવા પેટમાં ચેપ લાગી શકે છે.

શ્વાસ સંબંધિત રોગો

હેન્ડ ડ્રાયરની હવામાં હાજર ધૂળ અને જંતુઓ હવામાં ફેલાય છે, જે અસ્થમા અથવા એલર્જીથી પીડિત લોકોની સ્થિતિ વધુ ખરાબ કરી શકે છે.

વાયરલ ઈન્ફેક્શન

શૌચાલય જેવી બંધ જગ્યાઓમાં વાયરસ ઝડપથી ફેલાય છે. હેન્ડ ડ્રાયર હવામાં આ વાયરસ ફેલાવીને ચેપ ફેલાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

વધુ પડતો ઉપયોગ કેમ ખતરનાક છે?

  • ગરમ હવા વારંવાર સ્કિનના ઓઈલને ઓછું કરી લે છે, જેના કારણે હાથ સુકા અને ડ્રાય પડી જાય છે.
  • ટીશ્યૂ પેપર કરતાં હાથ પર હોય છે વધુ બેક્ટેરિયા.
  • સતત સંપર્કમાં રહેવાથી રોગપ્રતિકારક શક્તિ પર અસર પડી શકે છે.

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય