શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવું તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી. હાઈ કોલેસ્ટ્રોલને કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ સૌથી વધુ વધે છે. કોલેસ્ટ્રોલ વધારવું કે ઘટવું એ તમારા આહાર અને જીવનશૈલી પર ઘણો આધાર રાખે છે. અત્યારે ફાસ્ટ ફૂડ ખૂબ જ ખવાઇ રહ્યુ છે. પિઝા, બર્ગર, નુડલ્સ આ બધુ મેંદામાંથી બનેલી વસ્તુઓ લોકો હોંશે હોંશે ખાઇ રહ્યા છે. પરંતુ તમારે સ્વસ્થ અને હેલ્ધી જીવન જીવવુ હોય તો આવા ખોરાકનું પ્રમાણ ઘટાડવુ જોઇએ. તેમાંથી એક રોગ છે કોલેસ્ટ્રોલ. ત્યારે આવો આજે આપણે જાણીશું કે કોલેસ્ટ્રોલને કેવી રીતે ઘટાડી શકાય.
દવા વિના કોલેસ્ટ્રોલ કેવી રીતે ઘટાડવું ?
કોલેસ્ટ્રોલને ઘટાડવા અથવા વધારવામાં ખોરાક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમારે એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જેમાં ફેટ બહુ ઓછુ હોય. જેમકે ફળો, શાકભાજી અને અનાજ. ડેરી વાળા પ્રોડક્ટ તથા માસાહારનો ઉપયોગ ખૂબ ઓછો કરવો જોઇએ. ફળો, શાકભાજી, આખા અનાજ, કઠોળ, દાળ, બદામ, બીજ, માછલી, ઓલિવ તેલ અને એવોકાડો વધુ ખાવા જોઇએ.
દરરોજ વ્યાયામ કરો
શરીરને ફીટ રાખવાનો એકમાત્ર મંત્ર એ છે કે તમારે દરરોજ 30 મિનિટ સુધી થોડી કસરત કરવી જોઈએ. ઇન્ટેન્સ કસરત ન કરો તો પણ વાંધો નથી પણ કોઈપણ કસરત કરો. તે શરીરમાં HDL કોલેસ્ટ્રોલ વધારે છે અને LDL કોલેસ્ટ્રોલ ઘટાડે છે. કસરત જેવી કે તમે ચાલી શકો છો, દોડી શકો છો, સાયકલ ચલાવી શકો છો, સ્વિમિંગ કરી શકો છો, ડાન્સ કરી શકો છો અને કોઈપણ કસરત કરી શકો છો.
સ્વસ્થ વજન જાળવી રાખો
સ્વસ્થ રહેવા માટે તમારા વજન પર નિયંત્રણ રાખવું જરૂરી છે. હાઈ કોલેસ્ટ્રોલથી લઈને ડાયાબિટીસ સહિત અનેક રોગોનું મૂળ સ્થૂળતા છે. વધારાનું વજન વધવાથી કોલેસ્ટ્રોલનું સ્તર પણ વધી શકે છે. તેથી તમારું વજન હંમેશા નિયંત્રણમાં રાખો.
ધૂમ્રપાન અને આલ્કોહોલ છોડો
વધુ પડતું ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે સારું નથી. LDLના સ્તરમાં વધારો અને HDL ના સ્તરમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ ધૂમ્રપાન પણ હોઈ શકે છે. આલ્કોહોલ પીવાથી તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. તેથી બને તેટલું આ વસ્તુઓથી દૂર રહો.
કોલેસ્ટ્રોલ ઘટાડવાની રીતો
જો તમે ડાયાબિટીસના પેશન્ટ છો તો હાઈ બ્લડ પ્રેશરથી પીડિત છો અથવા કિડનીની બીમારીથી પીડિત છો, તો તમારે વધુ સાવચેત રહેવાની જરૂર છે. આ તબીબી સ્થિતિ તમારા કોલેસ્ટ્રોલનું સ્તર વધારી શકે છે. તેથી આ રોગોને નિયંત્રણમાં રાખો અને નિયમિતપણે દવાઓ લો. સમય સમય પર ચેકઅપ કરાવતા રહો.