49 Drugs that Fail Quality Tests: લાઇફ મેક્સ કેન્સર લેબોરેટરીઝ દ્વારા ઉત્પાદિત કેલ્શિયમ 500mg અને વિટામિન D3 ટેબ્લેટ્સ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઑર્ગેનાઇઝેશન (CDSCO) પરીક્ષણમાં નિષ્ફળ નીવડી છે. સીડીએસસીઓએ સપ્ટેમ્બર માટે તેનો અહેવાલ પ્રકાશિત કર્યો છે. આ રિપોર્ટમાં, 49 દવાઓની ઓળખ કરવામાં આવી છે, જે ધોરણોને પૂર્ણ કરતી નથી. સીડીએસસીઓએ આ મહિને કુલ 3000 દવાઓનું પરીક્ષણ કર્યું હતું, જેમાંથી 49 દવાઓની ક્વોલિટી ટેસ્ટમાં નિષ્ફળ ગઈ હતી.
CDSCO એ નકલી અને ખરાબ દવા પાછી ખેંચી લેવા સૂચના આપી
આ સિવાય સીડીએસસીઓએ એ ચાર દવાઓની પણ ઓળખ કરી છે, જે નકલી કંપનીઓ દ્વારા બનાવવામાં આવી રહી છે. જનહિતને ધ્યાનમાં રાખીને સીડીએસસીઓએ નકલી ખરાબ દવાઓ પાછી ખેંચી લેવા સૂચના આપી છે. CDSCO ચીફ રાજીવ સિંહ રઘુવંશીએ વાત કરતાં કહ્યું કે, માત્ર 1 ટકા દવાઓ જ ટેસ્ટમાં ફેલ થઈ રહી છે. એટલે નકલી અને ખરાબ દવાઓને રોકવા માટે CDSCO ના પ્રયાસો અસરકારક સાબિત થઈ રહ્યા છે.
આ કંપનીની દવાઓ પરીક્ષણમાં ફેલ ગઈ
CDSCO દ્વારા ઓળખવામાં આવેલી દવાઓ પૈકી, હિન્દુસ્તાન એન્ટિબાયોટિક્સની મેટ્રોનીડાઝોલ ટેબલેટ્સ, રેનબો લાઇફ સાયન્સની ડોમ્પેરિડોન ટેબલેટ્સ અને પુષ્કર ફાર્માના ઓક્સીટોસિન ઇન્જેક્શન પણ પરીક્ષણમાં નિષ્ફળ થયા છે.
આ પણ વાંચો: ભાજપના કદાવર નેતાની તબીયત લથડી, પ્રદૂષિત યમુનામાં ડૂબકી લગાવી કર્યો હતો વિરોધ
અન્ય દવાઓમાં સ્વિસ બાયોટેક પેરેન્ટેરલ્સની મેટમોર્ફિન, કેલ્શિયમ 500mg અને લાઇફ મેક્સ કેન્સર લેબોરેટરીઝમાંથી વિટામિન D3 250 IU ટેબલેટ્સ સમાવેશ થાય છે. આ સાથે એલ્કેમ લેબ્સની પાન 40 ટેબ્લેટ પણ નકલી હોવાનું જાણવા મળ્યું છે. કર્ણાટક એન્ટિબાયોટિક્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડની પેરાસિટામોલની ગોળીઓ પણ નબળી ગુણવત્તાવાળી હોવાનું જાણવા મળ્યું છે.
આ સિવાય અન્ય દવાઓમાં ગૉઝ રોલ, નોન-સ્ટીરિન રોલર બેન્ડેજ અને ડીક્લોફેનાક સોડિયમ ટેબ્લેટનો પણ સમાવેશ થાય છે. સીડીએસસીઓ દ્વારા કરવામાં આવતી આ કાર્યવાહી દર મહિને કરવામાં આવતી તકેદારી કાર્યવાહી છે.