28 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
28 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeબિઝનેસStock News: કારોબારના છેલ્લા દિવસે માર્કેટમાં તેજી, સેન્સેક્સ 350 પોઈન્ટ વધીને ખુલ્યો

Stock News: કારોબારના છેલ્લા દિવસે માર્કેટમાં તેજી, સેન્સેક્સ 350 પોઈન્ટ વધીને ખુલ્યો


ભારતીય શેરબજાર આજે એટલે કે, 20 સપ્ટેમ્બરે શુક્રવારે ભારે તેજી સાથે ઓપન થયું છે. ગઈકાલે માર્કેટ 236 પોઈન્ટના વધારા સાથે બંધ થયું હતું. વૈશ્વિક બજારના સમર્થનના આધારે સ્થાનિક બજારે સપ્તાહના છેલ્લા દિવસે નફામાં કારોબાર શરૂ કર્યો છે.

આ શેર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો

નિફ્ટી પેકના શેરની વાત કરીએ તો, શરૂઆતના વેપારમાં સૌથી વધુ વધારો JSW સ્ટીલમાં 2.91 ટકા, ટાટા સ્ટીલમાં 1.65 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 1.49 ટકા, હિન્દાલ્કોમાં 1.18 ટકા અને ONGCમાં 1.16 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ સિવાય ટાટા મોટર્સમાં 0.81 ટકા, એલટીઆઈ માઇન્ડટ્રીમાં 0.30 ટકા અને ડો. રેડ્ડીમાં 0.16 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

એશિયન બજારોમાં પણ શાનદાર તેજી જોવા મળી

આજે શુક્રવારે એશિયન માર્કેટમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. જાપાનનો નિક્કી 1.9 ટકાના જંગી વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે ટોપિક્સ ઈન્ડેક્સ 1.63 ટકાના નફા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.45 ટકા અને કોસ્ડેક 1.51 ટકા ઉપર છે. હોંગકોંગના હેંગસેંગ ઈન્ડેક્સમાં આજે તેજીની શરૂઆતના સંકેત જણાઈ રહ્યા છે.

અમેરિકી ફેડરલ રિઝર્વ બેંકના પગલે ભારતીય શેરબજારમાં તેજી

યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં 0.50 ટકાનો ઘટાડો કર્યા બાદ શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. બજારને ફેડરલ રિઝર્વ તરફથી 0.25 ટકાના કાપની અપેક્ષા હતી. યુએસ ફેડે અપેક્ષા કરતાં વધુ કાપ મૂક્યો છે અને હજી વધુ કાપનો સંકેત આપ્યો છે.

ગુરુવારે શેરબજારે ઓલટાઈમ હાઈ સપાટી બનાવી 

અમેરિકામાં ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં ઘટાડો કર્યા પછી, ભારતીય શેરબજારે ગઈકાલે એટલે કે 19 સપ્ટેમ્બરે સળંગ બીજા દિવસે ઓલટાઈમ હાઈ લેવલ બનાવ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 83,773ના લેવલને સ્પર્શ્યો હતો અને નિફ્ટી 25,611ના સ્તરને સ્પર્શ્યો હતો. ત્યારબાદ આ પછી બજાર નીચે આવ્યું અને સેન્સેક્સ 236 પોઈન્ટના વધારા સાથે 83,184 ના સ્તર પર બંધ થયો. નિફ્ટી પણ 38 પોઈન્ટ વધીને 25,415 ના સ્તર પર બંધ થયો. એનર્જી, બેન્કિંગ અને ઓટો શેર્સમાં તેજી રહી હતી.

 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય