ભારતીય શેરબજાર આજે એટલે કે, 23 સપ્ટેમ્બરે કારોબારના પ્રથમ દિવસે સોમવારે ભારે તેજી સાથે બંધ થયું હતું. સવારે પણ માર્કેટ સેન્સેકસ અને નિફ્ટી ઓલટાઈમ હાઈ સપાટીએ વધીને ખુલ્યા હતા. સળંગ ત્રીજા ટ્રેડિંગ દિવસે સેન્સેકસ અને નિફ્ટીએ નવી ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી છે. આજે ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 84,980ના સ્તરને સ્પર્શ્યો હતો અને નિફ્ટીએ 25,956ના સ્તરને સ્પર્શ કર્યો હતો.
આ પછી સેન્સેક્સ 384 પોઈન્ટના વધારા સાથે 84,928 પર બંધ થયો. નિફ્ટી પણ 148 પોઈન્ટ વધીને 25,939 પર બંધ રહ્યો હતો. આજે ઓટો, એફએમસીજી અને બેન્કિંગ શેર્સમાં વધુ વધારો જોવા મળ્યો હતો.
સેન્સેક્સની આ કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળ્યો
આજે કારોબારના પહેલા દિવસે બીજી તરફ, ICICI બેંકના શેરમાં આજે સૌથી વધુ 1.27 ટકાનો ઘટાડો નોંધાયો હતો. એ જ રીતે ઇન્ડસઇન્ડ બેન્કના શેર 1.05 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.02 ટકા, ટેક મહિન્દ્રા 0.94 ટકા, ઇન્ફોસિસ 0.63 ટકા, એચસીએલ ટેક 0.49 ટકા, ટીસીએસ 0.40 ટકા, લાર્સન એન્ડ ટુબ્રો 0.25 ટકા અને સન ફાર્માનો શેર 0.25 ટકા ઘટીને બંધ રહ્યો હતો.
માર્કેટ કેપ રેકોર્ડ હાઈ પર
આજે શેરબજાર રેકોર્ડ ઊંચાઈએ બંધ થવાના કારણે શેરબજારનું માર્કેટ કેપ નવી ઐતિહાસિક ઊંચાઈએ બંધ થયું છે. બીએસઈ પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ પ્રથમ વખત રૂ. 476 લાખ કરોડની ભારે રેકોર્ડ સપાટીએ બંધ થયું છે, જે અગાઉના સેશનમાં રૂપિયા 471.71 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું.
શુક્રવારે બજારે ઓલટાઈમ હાઈ લેવલ બનાવ્યું હતું
આ અગાઉ શુક્રવાર, 20 સપ્ટેમ્બરે સેન્સેક્સે 84,694 અને નિફ્ટીએ 25,849ની નવી ઓલ-ટાઇમ હાઈ બનાવી હતી. દિવસના કારોબાર બાદ સેન્સેક્સ 1359 પોઈન્ટના વધારા સાથે 84,544 પર બંધ થયો હતો. તે જ સમયે, નિફ્ટીમાં 375 પોઈન્ટનો વધારો થયો હતો, તે 25,790 પર બંધ થયો હતો.