બુલિયન માર્કેટ કઈ દિશા તરફ્ આગળ વધવું તેની મૂંઝવણમાં હોય તેવું લાગી રહ્યું છે. સપ્તાહની શરૂઆત નરમ વલણ સાથે રહ્યા બાદ હવે બજારમાં મિશ્રા માહોલ વધુ જોવા મળે છે. ગુરુવારે ઘરાકીના અભાવે સ્થાનિક ચાંદીના ભાવમાં કડાકો બોલી ગયો હતો. બીજી તરફ્ સોનામાં જીઓ-પોલિટિકલ ટેન્શન હળવું થયું હોવા છતાં ભાવમાં નજીવો વધારો થયો હતો. વૈશ્વિક સોના-ચાંદી સામાન્ય વધઘટ વચ્ચે ભાવ મહદઅંશે સ્થિર રહ્યા હતા.
અમદાવાદ ખાતે ચાંદી રૂ. 2,000 તૂટી રૂ. 88,000 પ્રતિ કિલો થઈ હતી. સ્થાનિકમાં 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ રૂ. 200 વધીને રૂ. 79,000 થયું હતું. તેમજ 22 કેરેટ સોનું રૂ. 78,800 પ્રતિ 10 ગ્રામ રહ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનું 2 ડોલર ઘટી 2,647 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. ચાંદી 36 સેંટ ઘટી 30.05 ડોલર પ્રતિ ઔંસ રહી હતી.
MCX સોનાનો ડિસેમ્બર વાયદો રૂ. 170 વધીને રૂ. 75,760 પ્રતિ 10 ગ્રામ અને ફેબ્રુઆરી વાયદો રૂ. 214 વધી રૂ. 76,516 પ્રતિ 10 ગ્રામ ભાવ થયો હતો. MCX ચાંદી ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 70 વધી રૂ. 87,680 પ્રતિ કિલો ભાવ થયો હતો. ગુરુવારે મોડી સાંજે કોમેક્સ સોનું 5 ડોલર વધી 2,644.90 પ્રતિ ઔંસ પર વેચાઈ રહી હતી. કોમેક્સ ચાંદી 3.9 સેંટ વધી 30.15 ડોલર પ્રતિ ઔંસ થઈ હતી. કોમોડિટી નિષ્ણાતોએ જણાવ્યું કે, જીઓ-પોલિટિકલ ટેન્શન હળવું થઈ રહ્યું છે. US ઈકોનોમી અનેજોબના ડેટા પણ અત્યાર સુધી અપેક્ષા કરતાં સારા રહ્યા છે. ડોલરની સ્થિત પણ સુધારા તરફ્ રહે છે. આમછતાં બુલિયન માર્કેટમાં રોકાણકારો કોઈ દિશા નક્કી કરી શકતાં નથી. તેના કારણે વેપારમાં મિશ્રા વલણ વધારે રહે છે.