20 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
20 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeબિઝનેસBusiness સેન્સેક્સ 85,163.2,નિફ્ટી 26,000ની સર્વકાલીન ઉચ્ચ સપાટીને સ્પર્શ્યા ફ્લેટ મથાળે બંધ રહ્યા

Business સેન્સેક્સ 85,163.2,નિફ્ટી 26,000ની સર્વકાલીન ઉચ્ચ સપાટીને સ્પર્શ્યા ફ્લેટ મથાળે બંધ રહ્યા


સતત ચોથા દિવસે સર્વકાલીન ઉચ્ચ સપાટી 85,163.2 પોઈન્ટને સ્પર્શ કર્યા બાદ સેન્સેક્સ 15 આંક ઘટીને 84,914.04ની ફ્લેટ સપાટીએ બંધ રહ્યો હતો.

જ્યારે નિફ્ટી 26,000 પોઈન્ટની સપાટી પર પહોંચ્યા બાદ 25,950ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સમાં 0.02 ટકાનો ઘટાડો અને નિફ્ટીમાં 0.02 ટકાનો વધારો થયો હતો. વૈશ્વિક માર્કેટમાં સકારાત્મક વલણ જોવા મળતાં ભારતીય શેરબજારે ઓલ ટાઈમ હાઈ સપાટીને સ્પર્શ કર્યો હતો. માર્કેટમાં મંગળવારે મેટલ અને એનર્જીના સ્ટોક્સમાં ચમક જોવા મળી હતી. નિફ્ટી મેટલ ત્રણ ટકાના વધારા સાથે ટોપ ગેઈનર રહેલ. મેટલ અને એનર્જી બાદ ઓટો, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (આઈટી), ફાર્મા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના સ્ટોક્સ સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં ટોપ ગેઈનર્સ રહ્યા હતા. જ્યારે પીએસયુ બેંક તથા એફએમસીજીના શેરોમાં સંકોચન જોવા મળ્યું હતું. ઉપરાંત ફીન સર્વિસ, રિયલ્ટી અને ખાનગી બેંકોના શેરોમાં પણ પીછેહટ જોવા મળી હતી. બેકિંગ ક્ષેત્રના શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બ્રોડર ઈન્ડાઈસિસમાં મિશ્રા વલણ જોવા મળ્યું હતું. જે લાર્જ કેપ અને મિડ કેપના વધારાને કારણે હતું.

મંગળવારે ડીઆઈઆઈ નેટ બાયર રહ્યું હતું. જેની નેટ વેલ્યૂ રૂ.3,868.31 કરોડ રહી હતી. જ્યારે એફઆઈઆઈએ નેટ સેલર રહ્યું હતું. જેની નેટ સેલ વેલ્યૂ રૂ.2,784.14 કરોડ રહી હતી. નિફ્ટીએ 25,000 પોઈન્ટથી 26,000 પોઈન્ટની સપાટીને સ્પર્શ કરવામાં 38 સેશન્સનો સમય લીધો હતો. 296 સ્ટોક્સએ બાવન વીકની હાઈ બનાવી હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય