સ્પોર્ટસવેર કંપની લૂલૂલેમન એથ્લેટિકા અને અમેરિકાની અન્ય કંપનીઓએ ઉત્સાહજનક પરિણામોની આગાહી કરતાં તેમજ અમેરિકામાં નોકરીના આંકડાઓને કારણે ચાલુ મહિને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવશે તેવી અપેક્ષામાં વધારો થવાથી શુક્રવારે નેસ્ડેક તથા એસએન્ડપી 500 રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચી ગયા હતા.
જો કે યુનાઈટેડ હેલ્થ ગ્રુપના શેરમાં ઘટાડાને કારણે ડાઉમાં ઘટાડો થયો હતો. એસ એન્ડ પી 500 કન્ઝયૂમર ડિસ્ક્રિેશનરી ઈન્ડેક્સ 2.4 ટકા વધીને ઓલ-ટાઈમ ક્લોઝિંગ હાઈ પર પહોંચ્યો હતો. લૂલૂલેમન દ્વારા પ્રોત્સાહન મળવાને કારણે સેક્ટર્સને લાભ પ્રાપ્ત થયો હતો. અમેરિકન એક્સેન્જિસ ખાતે વોલ્યૂમનું કદ 12.99 અબજ શેર હતું, જ્યારે છેલ્લા 20 કારોબારી દિવસોમાં સમગ્ર સત્ર દરમિયાન વોલ્યૂમનું સરેરાશ કદ 14.5 અબજ હતું.
આખા વર્ષની સકારાત્મક આગાહીને કારણે લૂલૂલેમન એથ્લેટિકાના શેરમાં 15.9 ટકાનો ઉછાળો થયો હતો. કન્ઝયૂમર ડિસ્ક્રિેશનરીમાં પણ કંપનીએ તેના વાર્ષિક નફાના અનુમાનમાં વધારો કર્યા પછી કોસ્મેટિક્સ રિટેલર અલ્ટા બ્યુટીના શેરમાં નવ ટકાનો વધારો થયો હતો. અમેરિકાના શ્રમ વિભાગના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, નવેમ્બરમાં નોકરીની તકોમાં વધારો થયો હતો. અલબત્ત બેરોજગારી દરમાં 4.2 ટકાનો વધારો શ્રમ બજારને સરળ બનાવવા તરફ નિર્દેશ કરે છે. તે ડિસેમ્બરની મિટિંગમાં અને પ્રથમ કવાર્ટરમાં ફેડ રિઝર્વ દ્વારા દરોમાં ઘટાડો કરવાનું ચાલુ રાખવા તરફ સંકેત આપે છે, એમ બિલિંગ્સ, મોન્ટામાં યુએસ બેંક વેલ્થ મેનેજમેન્ટના સીનિયર રોકાણ નિર્દેશકે જણાવ્યું હતું.
ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 123.19 પોઈન્ટ અથવા 0.28 ટકા ઘટીને 44,642.52 પર અને એસ એન્ડ પી 50015.16 પોઈન્ટ અથવા 0.25 ટકા વધીને 6,090.27 પર તેમજ નાસ્ડેક કોમ્પોઝીટ 159.05 પોઈન્ટ અથવા 0.81 ટકા વધીને 19,859.77 પોઈન્ટ પર બંધ થયો હતો. એસ એન્ડ પી 500એ 2024 માટે તેનો 57મો રેકોર્ડ ક્લોઝિંગ હાઈ નોંધાવ્યો હતો. જ્યારે નાસ્ડેક કોમ્પોઝિટે વર્ષ માટે તેનો 36મો રેકોર્ડ હાઈ ક્લોઝ પોસ્ટ કર્યો હતો. અઠવાડિયા દરમિયાન નાસ્ડેક 3.3 ટકા વધ્યો હતો. જ્યારે એસ એન્ડ પી 500 લગભગ એક ટકા વધ્યો હતો. તેમજ ડાઉ 0.6 ટકા ઘટયો હતો.
ડેટા અનુસાર, યુએસ રેટ ફ્યૂચર્સમાં લગભગ 90 ટકા સંભાવના છે કે, ફેડ રિઝર્વ પોતાની 17 અને 18મી ડિસેમ્બરની બેઠકમાં વ્યાજ દરમાં 25 બેઝિજ પોઈન્ટ્સનો ઘટાડો કરી શકે છે, એમ એલએસઈજીએ પોતાના અવલોકનમાં જણાવ્યું હતું, જેણે અગાઉ એમ જણાવ્યું હતું કે, ફેડરલ રિઝર્વ વ્યાજદર ઘટાડે તેવી શકયતા 72 ટકા છે. ફેડરલ રિઝર્વે સપ્ટેમ્બરથી દરોમાં 75 બેઝિજ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. ફેડરલના ગવર્નર મિશેલ બોમને જણાવ્યું હતું કે, ફુગાવાનું જોખમ બનેલું છે. જે દર નિર્ણય સાથે સાવચેતીનો સંકેત આપે છે. યૂનાઈટેડ હેલ્થ સહિત આરોગ્ય વીમા કંપનીઓના શેરોમાં ગત સત્રમાં ઘટાડો જારી રહ્યો હતો. યૂનાઈટેડહેલ્થના આરોગ્ય વીમા એકમના સીઈઓની મેનહટ્ટન હોટલ બહાર ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરો હજુ પણ ફરાર છે. હત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી.
અન્ય સ્ટોક મૂવ્સમાં યુએસ અપીલ કોર્ટે ચીનની બાઈટડેન્સને તેની લોકપ્રિય શોર્ટ વીડિયો એપ ટિકટોકને આવતાં વર્ષની શરૂઆતમાં ડિવેસ્ટ કરવા અથવા પ્રતિબંધનો સામનો કરવા માટે જરૂરી કાયદાને સમર્થન આપ્યા પછી ફેસબુક માલિકીના મેટા પ્લેટફોર્મના શેરમાં 2.4 ટકાનો ઉછાળો થયો હતો. નાસ્ડેક ખાતે 2,610 વધ્યા હતા અને 1,678 સ્ટોક્સમાં ઘટાડો થયો હતો. કેમ કે, એડવાન્સિંગ ઈશ્યૂએ 1.56થી એક રેશિયોના ઘટાડા કરતાં વધી ગયા હતા.