35 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
35 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeબિઝનેસBusiness: ઇન્ફોસીસનો નફો 5 ટકા વધીને રૂ. 6,506 કરોડ

Business: ઇન્ફોસીસનો નફો 5 ટકા વધીને રૂ. 6,506 કરોડ


ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં દેશની આઇટી ક્ષેત્રની સૌથી મોટી નિકાસકાર કંપની ઇન્ફોસીસે રૂ. 6,506 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે.

 જે પાછલા નાણાકીય વર્ષના સમાન ગાળામાં કંપનીએ નોંધાવેલા રૂ. 6,212 કરોડના ચોખ્ખા નફાની તુલનો 5 ટકાનો વધારો દર્શાવે છે. સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં કંપનીએ રૂ. 40,986 કરોડની આવક નોંધાવી છે જે વાર્ષિક ધોરણે 5 ટકાનો વધારો દર્શાવે છે. કંપનીએ 2024-25 માટેનો આવકના વૃદ્ધિદર માટેનો અંદાજ વધારીને 3.75 ટકાથી 4.5 ટકા કર્યો છે. કંપનીએ તાજેતરમાં કેટલાક મોટા ડિલ પાર પાડયા તેના આધારે આ અંદાજ વધારવામાં આવ્યો છે. અગાઉ કંપનીએ ચાલુ નાણાકીય વર્ષમાં તેની આવકમાં 3થી 4 ટકાનો વધારો થશે એવો અંદાજ મુક્યો હતો. કંપનીએ પ્રતિ શેર રૂ. 21નું વચગાળાનું ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે જેના માટે 29 ઓક્ટોબર રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે. સપ્ટેમ્બરના અંતે પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીના કર્મીઓની સંખ્યા 2,456 વધીને 3,17,000 થઇ છે. છ ક્વાર્ટર પછી પ્રથમ વાર કોઇ ક્વાર્ટરમાં કંપનીના કર્મચારીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે.

1 BSE મિડ કેપ ઇન્ડેક્સમાં 800 પોઇન્ટ, સ્મોલ કેપમાં 814 પોઇન્ટનું ગાબડું

2 પ્રારંભે ઊંચામાં ખુલ્યા પછી સેન્સેક્સ 494 પોઇન્ટ, નિફ્ટી 221 પોઇન્ટ ઘટીને બંધ

3 સેન્સેક્સે ઇન્ટ્રા ડેમાં 81,000ની સપાટી ગુમાવી, નિફ્ટી ઇન્ટ્રા ડેમાં બે મહિનાની નીચી સપાટીએ

4 બજારથી વિપરીત SME IPO શેરોમાં તેજી, ઇન્ડેક્સ 145 પોઇન્ટ વધ્યો

5 નિફ્ટીના 14 સેકટોરલ ઇન્ડેક્સ પૈકી એક માત્ર આઇટી ઇન્ડેક્સ 1.19 ટકા વધ્યો

6 રિઆલ્ટી ઇન્ડેક્સ 3.76 ટકા, કન્ઝયુમર ડયૂરેબલ્સ 2.20 ટકા, મિડિયા 2.18 ટકા ઘટયો



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય