30 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 21, 2024
30 C
Surat
ગુરુવાર, નવેમ્બર 21, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeબિઝનેસBusiness: અદાણી ટોટલ ગેસે 37.50 કરોડ ડોલરનું ધિરાણ મેળવ્યું

Business: અદાણી ટોટલ ગેસે 37.50 કરોડ ડોલરનું ધિરાણ મેળવ્યું


ભારતની અગ્રણી શહેરી ગેસ વિતરણ કંપની અદાણી ટોટાલ ગેસ લિ. (ATGL)એ પોતાના સિટી ગેસ ડિસ્ટ્રિબ્યૂશન નેટવર્કનું વિસ્તરણ કરવા વિવિધ આંતરરાષ્ટ્રીય લેન્ડર્સ પાસેથી 37.50 કરોડ ડોલરનું ધિરાણ મેળવ્યું છે. આ લેન્ડર્સમાં BNP પરિબાસ, DBS બેંક, મિઝત્સુઇ બેંક, MUFG બેંક અને સુમિટોમો મિત્સુઇ બેંકિંગ કોર્પોરેશનનો સમાવેશ થાય છે.

આ સુવિધા કંપનીને 13 રાજ્યોમાં તેના અધિકૃત 34 ભૌગોલિક વિસ્તારોમાં તેના ગેસ વિતરણ માળખાને ઝડપથી વિસ્તારવા સક્ષમ બનાવતા મૂડી ખર્ચ કાર્યક્રમને વેગ આપશે..આ વિકાસ એજન્ડા અંતર્ગત ભારતની વસ્તીના 14% અર્થાત 2 કરોડથી વધુ લોકોને આવરી લઇ ગેસની જરૂરિયાત પૂરી પાડશે. આ વિસ્તરણ પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) અને કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) માળખાના પાયાને ઊંડા કરશે, પરિણામે ગેસ આધારિત અર્થતંત્ર માટે ઈકોસિસ્ટમનું નિર્માણ થશે.

અદાણી ટોટાલ ગેસ લિ. વાતાવરણમાં મોટી માત્રામાં કાર્બન છોડતા પરંપરાગત બળતણ સ્ત્ર્રોતોને બદલીને PNG અને ઝ્રગ્દય્ના વપરાશને લોકભોગ્ય બનાવીને પર્યાવરણ પર હકારાત્મક અસરનું સર્જન કરી ભારતમાં ઊર્જા સંક્રમણનું નેતૃત્વ કરવાના તેના અભિગમમાં કંપની મક્કમ રીતે આગળ વધી રહી છે. PNG અને CNGનો વપરાશ અનુકૂળ, કરકસરયુક્ત, ભરોસાપાત્ર અને ઇકો-ફ્રેન્ડલી ઈંધણ પુરું પાડે છે. ભારત સરકારના 2030 સુધીમાં એનર્જી બાસ્કેટમાં કુદરતી ગેસનો હિસ્સો 6% થી 15% સુધી વધારવાના વિઝનને વધુ બળવત્તર બનાવશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય