નવ ગ્રહોમાં દરેક ગ્રહનું કાર્ય અને તેની આગવી ઓળખ હોય છે. દરેક ગ્રહની ચાલ પણ અલગ અલગ હોય છે. ત્યારે વાત કરીએ બુધ ગ્રહની. બુધને ગ્રહોના રાજકુમાર તરીકે પણ ઓળખવામાં આવે છે. વેપાર, સંદેશાવ્યવહાર અને નોકરીના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે હવે બુધ ઉલટી ચાલ ચાલવાના છે. મંગળની રાશિમાં બુધ વક્રી થવાના છે. જેનુ સારુ અને ખરાબ એમ બંને પરિણામ જોવા મળશે. 26 નવેમ્બરે બુધ વક્રી થવા જઇ રહ્યો છે ત્યારે આવો જાણીએ બુધનું વક્રી થવું કઇ રાશિને લાભદાયી નીવડશે.
બુધ થશે વક્રી
ગ્રહોનો રાજકુમાર બુધ 26 નવેમ્બર, મંગળવારના રોજ વક્રી થશે. બુધ મંગળની રાશિ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. 26 નવેમ્બર મંગળવારના રોજ બુધ સવારે 7:39 કલાકે વૃશ્ચિક રાશિમાં વક્રી થશે. 15 ડિસેમ્બર, 2024 સુધી બુધ વક્રી અવસ્થામાં જ રહેશે. આ પછી, 16 ડિસેમ્બર, 2024 ના રોજ, બુધ માર્ગીય થશે. ત્યારે બુધની વક્રી ચાલ કઇ રાશિને લાભદાયી થશે તે વિશે જાણીએ.
વૃષભ
- વૃષભ રાશિના જાતકો માટે બુધ વક્રી થવાથી ફાયદો થશે
- નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે.
- વેપારમાં તમને પ્રગતિ મળશે.
- તમે સફળતા તરફ આગળ વધી શકશો.
- તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.
- આત્મવિશ્વાસ વધશે અને લોકો સાથે તમારા સંબંધો મજબૂત બનશે.
- તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક ફરવાનું વિચારી શકો છો
- તમારી યોજના ફાયદાકારક રહેશે.
- સફળતાની નવી તકો તમારા ભવિષ્ય માટે સારી સાબિત થશે.
- ઘરમાં મહેમાનોની અવરજવર રહેશે.
સિંહ
- વેપારીઓનો વેપાર સારો ચાલશે.
- નવી તકો સાથે પ્રગતિની તકો મળશે.
- તમે રોકાણ કરીને નફો કરી શકશો.
- કાર્યક્ષેત્રમાં તમારું માન-સન્માન વધશે.
- તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો સારા રહેશે.
- જે બાબતો તમને લાંબા સમયથી ચિંતા કરી રહી છે તેનાથી તમે રાહત મેળવી શકશો.
- તણાવથી દૂર રહેવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.
- નોકરીયાત લોકોને સહકર્મીઓનો સહયોગ મળશે.
- ધન-સંપત્તિમાં વધારો થવાથી લોકોમાં તમારી ઓળખ બની જશે.
વૃશ્ચિક
- મંગળની રાશિ વૃશ્ચિક રાશિ છે અને બુધ આ રાશિમાં પૂર્વવર્તી ગતિ કરશે.
- આ રાશિના લોકો માટે, બુધનું વક્રી થવાથી તેમના ભાગ્યને તેજ કરશે.
- સમાજમાં તમારું માન-સન્માન વધશે.
- નોકરિયાત લોકોના તેમના સાથીદારો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો રહેશે.
- વેપારીઓનું વેચાણ વધુ રહેશે અને લાભ થવાની સંભાવના છે.
- સંબંધોમાં મધુરતા અને સુધારણા આવશે.