બ્રિટેનના વડાપ્રધાન કીર સ્ટાર્મર દેશની સત્તા સંભાળ્યાના ત્રણ મહિનામાં ઘણા આરોપોનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન શાસક લેબર પાર્ટીના એક સાંસદે પણ સ્ટાર્મર સરકારમાંથી રાજીનામું આપી દીધું છે. આ સાથે તેમના નેતૃત્વ પર પણ આકરા પ્રહારો કર્યા છે. આ રાજીનામું સ્ટાર્મરને ભેટ અને કપડા કૌભાંડના ઘટસ્ફોટ પછી આવ્યું છે. જે UKના વડાપ્રધાન માટે મોટો ઝટકો છે.
લેબર પાર્ટીના એક સાંસદે પણ સ્ટાર્મર સરકારમાંથી રાજીનામું આપ્યું
લેબર પાર્ટીમાંથી રાજીનામું આપનાર કેન્ટરબરી કેન્ટના સાંસદ રોઝી ડફિલ્ડ હવે સ્વતંત્ર સભ્ય તરીકે હાઉસ ઓફ કોમન્સમાં બેસશે. મળતી માહિતી અનુસાર તેના રાજીનામાના પત્રમાં રોઝીએ મોંઘા મફત ભેટના વિવાદ વચ્ચે લેબર નેતાની ક્રૂર અને બિનજરૂરી નીતિઓ પર પણ પ્રહાર કર્યા છે. ડફિલ્ડે જણાવ્યું હતું કે, તેમનું પદ છોડવાનું મુખ્ય કારણ સરકારનો અપ્રિય નીતિ કાર્યક્રમ છે.
પીએમ સ્ટાર્મરમાં રાજકીય કુશળતાનો અભાવ
રોઝી ડફિલ્ડે તેના રાજીનામા પત્રમાં લખ્યું કે, ‘તેઓ ક્રૂર અને બિનજરૂરી છે, તેમજ અમારા હજારો ગરીબ સૌથી સંવેદનશીલ મતદારોને અસર કરે છે. આ તે નથી જેના માટે હું ચૂંટાઈ હતી. આ બુદ્ધિમાનીનું રાજનીતિ નથી અને ચોક્કસપણે સેવાનું રાજનીતિ નથી. તેમણે કહ્યું કે, પીએમ તેમણે સામાન્ય ચૂંટણી દરમિયાન જે વચન આપ્યું હતું તે પૂરું કરશે તેનો કોઈ ભરોસો નથી.
રોઝી ડફિલ્ડે પીએમ પર કર્યા પ્રહાર
પીએમ સ્ટાર્મર પર વ્યક્તિગત પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ‘વડાપ્રધાન તરીકે તમારી મેનેજમેન્ટ, વિઝન અને રાજકીય કુશળતાનો અભાવ એક પક્ષ તરીકે અમારા પર પડી છે. જ્યારે અમે ઘણી મહેનત કરી, ઘણા વચનો આપ્યા અને બ્રિટિશ લોકો અમને સત્તા પર પાછા ફરવાનો આદેશ આપે તે માટે 14 વર્ષની રાહ જોઈ. સાંસદે કહ્યું કે, આ વર્ષે જુલાઈમાં સરકાર બદલાઈ ત્યારથી પાખંડના ઘણા ખુલાસા ચોંકાવનારા અને સતત આક્રોશજનક છે. તેમણે કહ્યું કે, ‘હું શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી કે મેં અને અમારા સહકર્મી આ વાત પર કેટલા નારાજ છે. તેમણે પીએમ પર લેબર પાર્ટીનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો.
તમે ભ્રષ્ટાચાર અને પરિવારવાદને પ્રોત્સાહન આપ્યું
પીએમ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, તમે ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને લોભને હદથી આગળ વધાર્યો છે. સાંસદે કહ્યું કે, ‘તમે અને તમારી નજીકના લોકોએ અમારી એક વખતની ગૌરવપૂર્ણ પાર્ટીને બદનામ કરવા માટે જે કર્યું છે તેના માટે હું ખૂબ જ શરમ અનુભવું છું.’ એક લેબર સાંસદે કહ્યું કે, ડફિલ્ડે અગાઉ પદ છોડવું જોઈતું હતું. નોટિંગહામ ઈસ્ટના ભારતીય મૂળના લેબર સાંસદ નાદિયા વિટ્ટોમે કહ્યું કે, ‘તે અત્યંત નિરાશાજનક છે કે તેમને રાજીનામું આપવાનો વિશેષાધિકાર આપવામાં આવ્યો. જ્યારે તેમણે લાંબા સમય પહેલા જ પદ પરથી હટી જવું જોઈતું હતું.’ જોકે, બાદમાં તેણે જાહેરાત કરી હતી કે તે કોઈપણ પ્રકારની ભેટ સ્વીકારશે નહીં.