દેશની કાયદો વ્યવસ્થાને જેલમાં રહીને જાણે ખુલ્લો પડકાર ફેકી રહ્યાં હોય તેમ લોરેન્સ બિશ્નોઈ દ્વારા સલમાન ખાન બાદ હવે જાણીતા યુટયૂબર સૌરભ જોશીને બે લાખની ખંડણીની માંગ કરી છે. જો તે આ ખંડણી નહી આપે તો તેને અને તેના પરિવારને જાનથી મારી નાંખવાની ખુલ્લી ધમકી પણ આપવામાં આવી છે. આ સાથે પોલીસને પણ જો આ ખંડણી અંગે ફરિયાદ નોંધાવશે તો જાનથી મારી નાંખશે તેવો ધમકી ભર્યો પત્ર મળ્યો છે. પત્રમાં અજાણ્યા શખ્સે પોતે લોરેન્સ ગેંગમાંથી હોવાથી અને લોરેન્સના સૂચન પ્રમાણે ખંડણી માંગી રહ્યો હોવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે લોરેન્સ હાલ અમદાવાદની સાબરમતી જેલમાંથી જ પોતાની ગેંગને અને દેશભરમાં પથરાયેલા શૂટર્સને ઓપરેટ કરી રહ્યો છે.