પુષ્પા ફેમ એક્ટર અલ્લૂ અર્જુનના ઘરમાં શનિવારે ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. જેલથી ઘરે પરત ફરતા જ ઘરમાં ભાવુક દૃશ્યો સર્જાયાં હતાં. પતિને જોઈ પત્ની સ્નેહા રડી પડી હતી અને અલ્લૂને ભેંટી પડી હતી. જ્યારે બાળકો અલ્લૂ અયાન અને અલ્લૂ અરહા ખુશીથી દોડી પિતાને ભેંટી પડયાં હતાં. વડીલોએ પણ ઘરના ગેટ પર જ અલ્લૂની નજર ઉતારી ઘરમાં પ્રવેશ કરાવ્યો હતો. પરિવાર સાથે મુલાકાત બાદ એક્ટરે ફેન્સના સપોર્ટ અને પ્રેમ બદલ તેમનો આભાર માન્યો હતો. સાથે જ કેસ વિશે ટિપ્પણી કરવાની ના પાડી હતી. ઘરે પરત આવ્યા બાદ સાઉથના ઘણા સુપરસ્ટાર્સ અને ડિરેક્ટર્સ અલ્લૂને મળવા પહોંચ્યા હતા. મહત્ત્વનું છે કે, સંધ્યા થિયેટર કેસમાં શુક્રવારે અલ્લૂની ધરપકડ થઈ ગતી. એ પછી સેશન્સ કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલતાં મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો. આખરે હાઈકોર્ટથી વચગાળા જામીન મળતાં એક્ટરેને રાહત મળી છે. કસ્ટડીમાં રાત વિતાવી ઘરે પહોંચ્યા બાદ થયેલાં સ્વાગત કરવામાં આવ્યું હતું.
પુષ્પા 2 સ્ટાર અલ્લૂ અર્જુન નેટવર્થના મામલે પણ છે ‘વાઈલ્ડ ફયર’
તેલુગુ અભિનેતાની માત્ર ફ્લ્મિો જ કરોડોનો બિઝનેસ નથી કરતી પરંતુ તે પોતે 41 વર્ષની ઉંમરે કરોડોની સંપત્તિના માલિક છે. અલ્લૂ અર્જુન સુપરસ્ટાર હોવા ઉપરાંત એક સાફ્ બિઝનેસમેન પણ છે. સાઉથ સુપરસ્ટાર અલ્લૂ અર્જુન આ દિવસોમાં પોતાની ફ્લ્મિ ‘પુષ્પા 2’ને લઈને ચર્ચામાં છે. તેની આ ફ્લ્મિ દેશ-વિદેશમાં સારો બિઝનેસ કરી રહી છે. આ ફ્લ્મિને દર્શકો તરફ્થી ઘણો પ્રેમ મળી રહ્યો છે અને આ જ કારણ છે કે આ ફ્લ્મિે રિલીઝના થોડા જ દિવસોમાં વિશ્વભરમાં 1000 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ત્યાં જ ફ્લ્મિે ઘરેલુ બોક્સ ઓફ્સિ પર 700 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. તમને જણાવી દઈએ કે તેલુગુ અભિનેતાની માત્ર ફ્લ્મિો જ કરોડોનો બિઝનેસ નથી કરતી પરંતુ તે પોતે 41 વર્ષની ઉંમરે કરોડોની સંપત્તિના માલિક છે. અલ્લૂ અર્જુન સુપરસ્ટાર હોવા ઉપરાંત એક સાફ્ બિઝનેસમેન પણ છે. તે ઘણી જગ્યાએ રોકાણ કરે છે અને તેના પ્રોડક્શન હાઉસ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સોશિયલ મીડિયામાંથી પણ મોટી કમાણી કરે છે.
પ્રોડક્શન હાઉસ સહિત અહીંથી કમાય છે પૈસા
વર્ષ 2022 માં પુષ્પા 2 અભિનેતાએ તેના વ્યવસાયને વારવા માટે હૈદરાબાદમાં અલ્લૂ સ્ટુડિયો નામનું એક પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું છે. અભિનેતાને આમાંથી સારી કમાણી પણ થાય છે. પ્રોડક્શન હાઉસ ઉપરાંત તેની પાસે હૈદરાબાદના અમીરપેટમાં AAA મલ્ટિપ્લેક્સ પણ છે. અલ્લૂ અર્જુન તેલુગુ અને તમિલ કન્ટેન્ટ સ્ટ્રીમિંગ પ્લેટફેર્મ આહા પણ ચલાવે છે. જે તેના પિતા અલ્લૂ અરવિંદ દ્વારા સહ-સ્થાપિત કરવામાં આવ્યું હતું.
અલ્લૂ અર્જુનની કુલ સંપત્તિ 460 કરોડ રૂપિયા છે
જીક્યૂ રિપોર્ટ મુજબ અલ્લૂ અર્જુનની કુલ સંપત્તિ 460 કરોડ રૂપિયા છે. દરમિયાન અલ્લૂ અર્જુન અલ્લૂ-કોનીડેલા પરિવારનો છે જેની સંયુક્ત નેટવર્થ રૂ. 6,000 કરોડ છે. તમને જણાવી દઈએ કે અભિનેતાનું હૈદરાબાદમાં એક આલીશાન ઘર છે, જ્યાં તે પોતાના પરિવાર સાથે રહે છે. મેજિકબ્રિક્સના રિપોર્ટ અનુસાર તેની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા છે. આ સિવાય તે પોતાની ફ્લ્મિો માટે પણ ઘણી ફી લે છે.
અભિનેતાને લક્ઝરી કારનો શોખ છે
અલ્લુ અર્જુનના કાર કલેક્શનની વાત કરીએ તો તેની પાસે રોલ્સ રોયસ કુલીનન, હમર એચ2, જેગુઆર એક્સજેએલ જેવા અનેક લક્ઝરી વાહનો છે. જેની કિંમત કરોડોમાં છે. ત્યાં જ હવે અલ્લુ અર્જુન વિશે સમાચાર આવી રહ્યા છે કે હૈદરાબાદ પોલીસે તેની ધરપકડ કરી છે. અને થોડા કલાકોમાં જ તેને તેલંગાણા હાઈકોર્ટે જામીન આપી દીધા છે.