વડોદરા, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં રૃપારેલ કાંસનો ડભોઈ રોડ પ્રતાપનગર સાથે મહાનગર પાસેના બ્રિજના સ્લેબનું લેવલ બરાબર રાખ્યા વિના આડેધડ બનાવતા પાણી બરાબર વહી શકતું નથી. જેના લીધે પાણી ભરાયેલું રહેતા ગંદકીને લીધે જીવજંતુ અને મચ્છરોનો ઉપદ્રવ રહે છે.
વડોદરા શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે ત્રણ મુખ્ય કાંસ છે. જેમાં પૂર્વ વિસ્તારનો સૌથી મોટો રૃપારેલ કાંસ છે. આ રૃપારેલ કાંસમાં બારેમાસ ગટરનાં પાણી વહે છે. આ પણ બંધ કરવા માટે રજૂઆતો કરવામાં આવી છે.