Gujarat News: ગુજરાતમાં વિકાસના બણગા ફૂંકતી ભાજપ સુરતના કોટ વિસ્તારનો વિકાસ નથી કરી શકતી. 1990થી સુરત મહાનગરપાલિકામાં ભાજપનું રાજ છે, પરંતુ આટલા વર્ષો પછી પણ કોટ વિસ્તારમાં સુવિધાઓ પૂરી પાડવામાં ભાજપ નિષ્ફળ રહી છે. સેન્ટ્રલ ઝોનામાં પાયાની સુવિધાનો અભાવ હોવાથી ઘણાં પરિવારો ઝોન છોડી રહ્યા છે. નવાઈની વાત તો એ છે કે, આ આરોપ કોઈ વિપક્ષી પાર્ટી નહીં પરંતુ ભાજપના જ ધારાસભ્યે કર્યો છે. શહેરના પૂર્વ વિધાનસભાના ધારાસભ્યએ સેન્ટ્રલ ઝોનમાં સીસી રોડ બનાવવાની માગ કરી છે, તેમાં આ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધારાસભ્યે કબૂલાત કરી છે કે, ભાજપ પાયાની સુવિધા આપવામાં પણ નિષ્ફળ રહી છે.