BJP Former Corporator’s Son Murdered In Vadodara : વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કેસમાં આરોપી બાબર પઠાણની ધરપકડ કર્યા બાદ, વધુ પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચ કચેરી લઈ જવાયો હતા. આ વખતે મૃતકના પરિવારજનો સહિતના લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં ટોળાએ આરોપીને લઈ જતી પોલીસની વાન પર પથ્થરમારો કર્યો અને મૃતકના પરિવારજનો સહિતની મહિલાઓ આરોપીને મારવાની કોશિશ કરી હતી.
વડોદરામાં નાગરવાડા સરકારી સ્કૂલ નંબર 10 નજીક આમલેટની લારી પર પૈસાની ઉઘરાણી માટે ગયેલા બે યુવક પર લઘુમતી કોમના યુવકોએ હુમલો કર્યો હતો, જેમાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ લઈ ગયા હતા. જેમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજા પરમાર અને તેમના પુત્ર તપન રમેશ પરમાર સહિત સ્થાનિક યુવકો સયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.