મુંબઈ : અમેરિકાના નિયુકત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સોશ્યલ મીડિયા કંપની ક્રિપ્ટો ટ્રેડિંગ ફર્મને ખરીદવા માટે વાટાઘાટ કરી રહી હોવાના અહેવાલ વચ્ચે બિટકોઈન છેલ્લા ચોવીસ કલાકમાં ઉછળી પ્રથમ જ વખત ૯૪૦૦૦ ડોલરની સપાટી પાર કરી ગયો હતો.
ટ્રમ્પની કંપનીની આ હિલચાલથી ટ્રમ્પ વહીવટીતંત્ર ક્રિપ્ટોકરન્સીસ માર્કટ માટે સાનુકૂળ નીતિ તૈયાર કરશે તેવી અપેક્ષાને ટેકો મળ્યો છે.
અમેરિકાના પ્રમુખપદે ટ્રમ્પના પુનરાગમન બાદ બિટકોઈનમાં ચાલીસ ટકા ઉછાળો આવ્યો છે અને વર્તમાન ૨૦૨૪ના પ્રારંભથી બિટકોઈનનો ભાવ બમણો થઈ ગયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈનનો ભાવ ઉપરમાં ૯૪૦૩૮ ડોલર જોવાયો હતો.